________________
પાંચમો કર્મગ્રંથ
પુરુષવેદના ઉદયે શ્રેણી માંડનારને આશ્રયી હવે સમજાવાય છે. ક્રોધને વેદતો તે જીવ ક્રોધને વેદવાના કાળના ત્રણ ભાગ કરે છે. (૧) અશ્વર્ણકરણાદ્વા (૨) કિટ્ટીકરણાદ્વા અને (૩) કિટ્ટીવેદનાદ્ધા. એમ ક્રોધ વેદવાના કાળના ત્રણ પ્રકાર કરે છે. ત્યાં ચારે સંજ્વલન કષાયોના કર્મદલિકોમાં જે જે રસ બાંધેલો છે. તે દલિકોના રસસ્પર્ધકોને હણી હણીને અત્યન્ત હીનરસવાળાં પરંતુ સ્પર્ધકોનો ક્રમ જાળવી રાખીને અપૂર્વ સ્પર્ધકો અશ્વકર્ણકરણાદ્ધાવાળા પ્રથમ કાળમાં કરે છે. અંતર્મુહૂર્ત સુધી આ પ્રક્રિયા ચાલે છે. ત્યારબાદ તે જીવ બીજા એક અંતર્મુહૂર્ત કાળમાં પૂર્વસ્પર્ધકોમાં તથા હમણાં જ કરેલાં અપૂર્વ સ્પર્ધકોમાં રહેલા કર્મદલિકોમાં તેનાથી પણ અત્યન્ત હીનરસ કરવા વડે તથા સ્પર્ધકમાં વ્યવસ્થિતપણે ક્રમસર ગોઠવાયેલી વર્ગણાના ક્રમને તોડવા દ્વારા સ્પર્ધકપણું ભાંગીને કિટ્ટી સ્વરૂપે કરે છે. અર્થાત્ કિટ્ટીઓ કરે છે. આ પ્રક્રિયાના કાળને કિટ્ટીકરણાદ્ધા કહેવાય છે.
ગાથા : ૯૯-૧૦૦
આ કિટ્ટીકરણાદ્ધાકાળમાં વર્તતો જીવ સંજ્વલન ચાર કષાયોની ઉપરની બીજી સ્થિતિમાં આવેલા દલિકોની પરમાર્થથી આવી અનંતી કિટ્ટીઓ કરે છે. આ કિટ્ટીઓ પરમાર્થથી અનંતી હોવા છતાં સમજાવવા માટે જ સ્થૂલ જાતિભેદથી ત્રણ ત્રણ કિટ્ટીઓની મહાગ્રંથોમાં વિવક્ષા કરેલી છે. તથા આ બારે કિટ્ટીઓ દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે થનારી સૂક્ષ્મ કિટ્ટીઓ કરતાં સ્કૂલ હોવાથી બારે બાર ટ્ટિીઓ બાદરકિટ્ટીઓ કહેવાય છે. પહેલી કિટ્ટી બાદર, બીજી ીિ અલ્પબાદર અને ત્રીજી ટ્ટિી અલ્પતરબાદર, આ પ્રમાણે ચારે કષાયોની મળીને કુલ બાર બાદર કિટ્ટીઓ કરે છે. આ બધી વિધિ સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણી પ્રારંભકને આશ્રયીને જાણવી. તેને જ ચાર કષાયની બાર કિટ્ટીઓ થાય છે.
૪૫૯
સંજ્વલન માનના ઉદયે શ્રેણી પ્રારંભકને સંજ્વલન ક્રોધનો ઉદય ન હોવાથી નપુંસકવેદમાં કહ્યા પ્રમાણે સંજ્વલન ક્રોધનો ઉદ્દલના સંક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org