________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
૪૫૭
વડે અને પછી ગુણસંક્રમ વડે સંક્રમાવીને ક્ષય કરે છે. પ્રથમ સ્થિતિનું દલિક જો ઉદય હોય તો ઉદયથી અને જો ઉદય ન હોય તો સ્તિબૂકસંક્રમથી સંક્રમાવીને ક્ષય કરે છે.
- નપુંસકવેદનો ક્ષય થયા પછી બીજા એક અંતર્મુહૂર્ત કાળે નપુંસકવેદમાં કહેલા ક્રમે જ સ્ત્રીવેદનો પણ ક્ષય કરે છે. સ્ત્રીવેદનો ક્ષય થયા પછી બીજા એક અંતર્મુહૂર્ત કાળે હાસ્યષકનો પણ નપુંસકવેદની જેમ જ ક્ષય કરે છે. હાસ્યાદિષકની સાથે પુરુષવેદનો પણ ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. પરંતુ હાસ્યાદિષટ્રકનો બંધ તે કાળે થતો નથી. અને પુરુષવેદનો બંધ થાય છે. એટલે નવું કર્યગ્રહણ પુરુષવેદમાં ચાલુ છે. તેથી જે સમયે હાસ્યષકનો ક્ષય થાય છે. તે સમય સુધી પુરુષવેદના બંધ-ઉદય અને ઉદીરણા ચાલુ હોય છે. હાસ્યષકના ક્ષયની સાથે જ પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. પરંતુ અંતિમ કાળમાં બાંધેલું પુરુષવેદનું દલિક સત્તામાં બાકી રહે છે. શેષ સર્વ દલિક ક્ષણ થયેલું હોય છે. અને અન્તિમકાળમાં બાંધેલું પુરુષવેદનું બાકી રહેલું તે દલિક પણ સંજ્વલન ક્રોધાદિને ક્ષય કરવાની સાથે ૧ સમયબ્યુન બે આવલિકા પ્રમાણ કાળમાં ઉદ્વલના સહિત ગુણસંક્રમ વડે અને ચરમસમયે સર્વ સંક્રમ વડે ક્ષય કરે છે. આ પ્રમાણે નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષક અને પુરુષવેદનો સંપૂર્ણ ક્ષય થાય છે.
ઉપરોક્ત નવ નોકષાયને ખપાવવાનો જે ક્રમ બતાવ્યો તે પુરુષવેદના ઉદયે શ્રેણી પ્રારંભ કરનારા જીવને આશ્રયી જાણવો. જો નપુંસકવેદના ઉદયે શ્રેણી પ્રારંભી હોય તો નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સાથે જ ક્ષય કરે છે. અને તે જ વખતે પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણા અટકી જાય છે. અને ત્યારબાદ અવેદક થયો છતો તે જીવ હાસ્યષટ્રક અને પુરુષવેદનો સમકાળે જ ક્ષય કરે છે. આ રીતે નપુંસકવેદે શ્રેણી પ્રારંભકને મોહનીયકર્મના પાંચના બંધે મોહનીયની ૨૧-૧૩ની સત્તા અને ચારના બંધે ૧૧-૪ની સત્તા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org