________________
ગાથા : ૯૯-૧૦, પાંચમો કર્મગ્રંથ
૪૫૫ સ્થિતિસત્તા થાય છે. તથા અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણ આ આઠ કષાયોને સ્થિતિઘાતાદિ વડ તેવા ખપાવે છે કે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પ્રવેશકાલે તે કષાયો પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિસત્તાવાળા થાય છે.
અનિવૃત્તિકરણે ગયા પછી પણ આ આઠ કષાયોનો ક્ષય કરવાનો પ્રયત્ન ચાલુ જ રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગો ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આઠ કષાયોનો ક્ષય હજુ ચાલુ જ છે, સમાપ્ત થયો નથી ત્યાં વચ્ચે જ ચાર જાતિ, સ્યાનદ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યચઢિક, મનુષ્યદ્રિક, સ્થાવર, સૂક્ષ્મ, આતપ અને સાધારણનામકર્મ એમ કુલ ૧૬ પ્રકૃતિઓનો પ્રથમ ઉદ્ગલના સંક્રમવડે ક્ષય કરવા માંડે,
જ્યારે તે ૧૬ પ્રકૃતિઓની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાત્રની રહે ત્યારે બધ્યમાન અન્ય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ દ્વારા સંક્રમાવીને સત્તાનો સર્વથા નાશ કરે છે ત્યારબાદ એક અંતર્મુહૂર્ત કાળમાં પૂર્વોક્ત આઠ કષાયોનું બાકી રહેલ સર્વ કર્મલિક ખપાવે છે. એમ વચ્ચે ૧૬ પ્રકૃતિના ક્ષય પછી ૮ નો સર્વથા ક્ષય કરે છે.
મતાન્તર - કેટલાક આચાર્યોનો આ બાબતમાં એવો મત છે કે આઠ કષાયોને બદલે આ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય પ્રથમ કરવા માંડે. તે ક્ષય હજુ થયો નથી. તેટલામાં વચ્ચે આઠ કષાયોનો ક્ષય કરી લે અને ત્યારબાદ ૧૬ પ્રકૃતિઓનું શેષ બચેલ દલિક ખપાવે.
આ પ્રમાણે ૧૬ પ્રકૃતિઓ તથા ૮ કષાયોનો ક્ષય કર્યા પછી સંજવલન જ કષાય અને ૯ નોકષાય એમ મોહનીયકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે તે તેરે પ્રકૃતિઓની સત્તાગતસ્થિતિમાં અંતરકરણ કરે છે. અંતરકરણ કરંવાથી તેરે પ્રકૃતિઓની સ્થિતિના બે બે ભાગ થાય છે. એક અંતરકરણની નીચેની સ્થિતિ = હેઠલી સ્થિતિ = પ્રથમા સ્થિતિ અને બીજી અંતરકરણની ઉપરની સ્થિતિ=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org