________________
૪૨૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૫-૯૬
અન્તર્મુહૂર્તપ્રમાણ પહેલું સ્થિતિસ્થાન જે જે જીવોએ બાંધ્યું છે. બાંધે છે. અને બાંધશે તે સર્વે જીવોનાં અધ્યવસાય સ્થાનો જ ગણીએ તો અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ થાય છે. સમયાધિક અંતર્મુહૂર્ત, બે સમયાધિક અન્તર્મુહૂર્ત, ત્રણ સમયાધિક અંતર્મુહૂર્ત, એમ એક એક સ્થિતિસ્થાન બાંધનારા જીવોનાં કષાયજન્ય આ અધ્યવસાયસ્થાનો અસંખ્ય અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ હોય છે તથા પ્રત્યેકસ્થિતિસ્થાનોમાં તે અધ્યવસાયસ્થાનો અપૂર્વ અપૂર્વ હોય છે.
પ્રશ્ન - જો સ્થિતિસ્થાન સમાન હોય તો તેના કારણભૂત અધ્યવસાયસ્થાન ભિન્ન ભિન્ન કેમ હોઈ શકે ? અને જો કારણભૂત અધ્યવસાયસ્થાન ભિન્ન ભિન્ન છે તો કાર્યભૂત સ્થિતિસ્થાન સમાન કેમ હોય ? કાર્ય કારણમાં આવો તફાવત કેમ ? ન્યાયની રીત એવી હોય છે કે રામેરે કાર્યસ્થાપિ બેઃ અને વાર્યોમેન્ટે રાખે ?
ઉત્તર - અહીં કારણભૂત અધ્યવસાય સ્થાનો અસંખ્ય અભિન્ન ભિન્ન) છે જ. તેથી તજ્જન્ય સ્થિતિસ્થાનો પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયી નિશ્ચયનયથી તો ભિન્ન ભિન્ન છે જ. પરંતુ દ્રવ્યક્ષેત્રાદિથી થતી સ્થિતિસ્થાનોની ભિન્નતાની અવિરક્ષા કરીને માત્ર કાળની સમાનતાને ધ્યાનમાં લઈને સમાનસ્થિતિ કહેલી છે. અર્થાત્ સ્થિતિસ્થાનમાં હેતુભૂત અધ્યવસાય સ્થાન ભિન્ન ભિન્ન હોવાથી તજ્જન્ય સ્થિતિસ્થાન ભિન્ન-ભિન્ન હોવા છતાં કાલની સમાનતા હોવાથી તેની જ પ્રધાન વિવક્ષા કરીને અને ક્ષેત્રાદિ ભેદની અવિરક્ષા કરીને આ વિધાન કરેલ છે. તેથી અધ્યવસાયસ્થાનોની વિચિત્રતા સ્થિતિસ્થાનોની વિચિત્રતાનું અનિયામક (અકારણો છે. માત્ર સ્થિતિસ્થાનોમાં દેશ-કાલરસવિભાગાદિની વિચિત્રતાનાં જ તે અધ્યવસાયસ્થાનો કારણ બને છે. પરંતુ સ્થિતિસ્થાનની ભિન્નતાનું કારણ બનતાં નથી અથવા કાળને આશ્રયી સમાન સ્થિતિસ્થાન બાંધવા છતાં અધ્યવસાયસ્થાનોની વિચિત્રતાના કારણે દેશ-કાલાદિની વિચિત્રતાથી એક જ સ્થિતિસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org