________________
ગાથા : ૯૫-૯૬
પાંચમો કર્મગ્રંથ
૪૧૯
તથા આનુપૂર્વી નામકર્મ સામાન્યથી ચાર ગતિ પ્રમાણે ચાર પ્રકારનું છે. પરંતુ લોકાકાશના અસંખ્યાતા આકાશપ્રદેશ પ્રમાણે જુદા જુદા ક્ષેત્રે વક્રતાવાળી ગતિ કરાવવા રૂપે અનેક પ્રકારનું છે. મનુષ્યાયુષ્ય એકભેદ રૂપ છે છતાં ભારતમાં, ઐરાવતમાં, મહાવિદેહમાં એમ ક્ષેત્રાદિ ભેદે ભિન્ન ભિન્ન ભવ અપાવવા રૂપે અનેક પ્રકારનું છે. અસાતાવેદનીય કર્મ એક જ પ્રકારનું છે. પરંતુ તાવ, કેન્સર, ટીબી, બ્લડપ્રેસર, ઇત્યાદિ ભિન્ન ભિન્ન રોગો આપવા વડે અનેક પ્રકારનું છે આ પ્રમાણે એક એક પ્રકૃતિના અસંખ્ય-અસંખ્ય ભેદો પડવાથી યોગસ્થાનો કરતાં પ્રકૃતિભેદો અસંખ્યાતગુણા છે.
સ્થિતિભેદોનું વર્ણન ઉપર જે અસંખ્ય પ્રકૃતિભેદો સમજાવ્યા, તેમાંનો કોઇપણ એક એક પ્રકૃતિભેદ અસંખ્ય અસંખ્ય સ્થિતિભેદે બંધાય છે. કોઇપણ વિવક્ષિત એક પ્રકૃતિભેદ કોઈ જીવ અન્તર્મુહૂર્તની સ્થિતિવાળો બાંધે, કોઈ જીવ સમયાધિક અન્તર્મુહૂર્ત સ્થિતિવાળો બાંધે. બીજો કોઇ જીવ બે સમયાધિક અન્તર્મુહૂર્તની સ્થિતિવાળો બાંધે એમ યાવત્ ૨૦-૩૦૪૦-૭૦ કોડાકોડી સાગરોપમ સુધીની પણ સ્થિતિવાળો તે પ્રકૃતિભેદ બાંધે, તેથી કોઈપણ એક પ્રકૃતિ ભેદના અન્તર્મુહૂર્તથી માંડીને પોતાની ઉત્કૃષ્ટસ્થિતિ સુધીમાં જેટલા ભેદો થાય તેટલાં સ્થિતિસ્થાનો થાય. એકે એક પ્રકૃતિ ભેદ આટલાં આટલાં સ્થિતિસ્થાનો વાળા જુદા જુદા જીવો વડે બંધાય છે. તેથી પ્રકૃતિભેદો કરતાં સ્થિતિભેદો અસંખ્યાતગુણા છે. તેના કરતાં પણ સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા છે.
સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનો કોઇપણ કર્મપ્રકૃતિનું કોઇપણ એક સ્થિતિસ્થાન સર્વ જીવોને આશ્રયી ત્રણે કાળમાં જુદા જુદા અનેક અધ્યવસાયસ્થાનોથી બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org