________________
ગાથા : ૯૮
પાંચમો કર્મગ્રંથ
૪૩૯
પામેલો જીવ ત્યારબાદ ચારિત્રમોહનો ઉપશમ કરવા માટે ઉપશમ શ્રેણી પ્રારંભે છે. જેનું વર્ણન હમણાં જ કરાશે. આ રીતે ઉપશમસમ્યત્વ પામીને ઉપશમશ્રેણી પ્રારંભે છે.
અથવા ક્ષાયિકસમ્યક્ત પ્રાપ્ત કર્યા પૂર્વે પરભવનું આયુષ્ય જેણે બાંધી લીધું હોય છે અને પછી ક્ષાયિકસભ્યત્વ પામે છે. તેવા જીવો પણ બદ્ધાયું હોવાથી ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરવાના નથી. તેથી આવા પ્રકારના ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવો પણ ઉપશમશ્રેણી પ્રારંભી શકે છે. આ કારણથી ક્ષાયિક સમ્યક્તની પ્રાપ્તિ પણ અહીં સમજાવાય છે.
દર્શનમોહનીયની ક્ષપણા તીર્થંકરપ્રભુના વિહારવાળો કાળ હોય, અર્થાત્ મોક્ષમાર્ગ ચાલુ હોય, જે જીવ પ્રથમ સંઘયણી હોય, તથા ૮ વર્ષથી અધિક વયવાળો, ૪ થી ૭ ગુણસ્થાનકોમાંના કોઇપણ ગુણસ્થાનકમાં વર્તતો મનુષ્યમાત્ર જ આ ક્ષાયિકસમ્યક્ત પામી શકે છે. ચાર અનંતાનુબંધી કષાય અને દર્શનત્રિકનો ક્ષય કરવા માટે પ્રથમ ત્રણ કરણ કરે છે. આ ત્રણ કરણનું સ્વરૂપ તથા અનંતાનુબંધીના ક્ષયનું સ્વરૂપ પૂર્વની જેમ જ જાણવું. ફક્ત દર્શનમોહનીયની ક્ષપણામાં એટલી વિશેષતા છે કે –
અપૂર્વકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની સ્થિતિઘાતાદિની સાથે ગુણસંક્રમ પણ થાય છે. તેથી મિથ્યાત્વમોહનીયનાં સત્તાગત કર્મદલિકો મિશ્રમોહનીયમાં અને સમ્યક્વમોહનીયમાં, તથા મિશ્ર મોહનીયનાં સત્તાગત કર્મદલિકો સમ્યક્વમોહનીયમાં અસંખ્યાતગુણાકારે સંક્રમાવે છે.
અનિવૃત્તિકરણમાં ઉદ્વલના સંક્રમ પણ આ બે દર્શનમોહનીયનો થાય છે. મિથ્યાત્વમોહનીયનો સ્વમાં અસંખ્યાતગુણાકારે અને પરમાં (મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયમાં) વિશેષહીન વિશેષહીન પણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org