________________
ગાથા : ૯૮
પાંચમો કર્મગ્રંથ
૪૪૧
હવેથી સમ્યક્ત-મોહનીયના અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત સ્થિતિ પ્રમાણના સ્થિતિખંડો કરે છે. યાવત્ દ્વિચરમસ્થિતિખંડ સુધી આ પ્રમાણે કરે છે. દ્વિચરમ સ્થિતિખંડ કરતાં ચરમસ્થિતિ ખંડ અસંખ્યાતગુણ મોટો હોય છે. હવે છેલ્લો સ્થિતિખંડ ઉકેરે ત્યારે આ જીવ કૃતકરણ કહેવાય છે. આ તકરણાવસ્થામાં કોઈ જીવ મૃત્યુ પણ પામે છે અને બાંધેલા આયુષ્ય પ્રમાણે ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં જાય છે. તેથી ક્ષાયિક સમ્યક્તનો પ્રાંરભક મનુષ્ય જ અને નિષ્ઠાપક (સમાપ્ત કરનાર) ચારે ગતિમાંની કોઇપણ ગતિમાં હોય છે.
સમ્યક્વમોહનીયનો છેલ્લા ગ્રાસ વિપાકોદયથી (અને ઉદીરણાથી) ભોગવવા દ્વારા ક્ષય કરીને ૨૧ની સત્તાવાળો થયો છતો આ જીવ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે. જો બદ્ધાયુષ્ક જીવે આ ક્ષાયિક પામવાનો પ્રારંભ કર્યો હોય તો ચાર અનંતાનુબંધીનો ક્ષય કર્યા પછી કોઈક જીવ મૃત્યુ પણ પામે, મિથ્યાત્વમોહનીયના ઉદયનો સંભવ હોવાથી ફરીથી અનંતાનુબંધી પણ બાંધે અને જે જીવ દર્શનમોહનીયત્રિકનો પણ ક્ષય કરી ક્ષાયિકસમ્યક્ત પામી ૨૧ની સત્તાવાળો થયો હોય તે જો બદ્ધાયુ હોય તો કોઈ જીવ મૃત્યુ પણ પામે. તે સમયે જો અપતિતપરિણામી હોય તો દેવલોકમાં જ જાય અને જો પતિતપરિણામી હોય તો પરિણામોની તરતમતા સંભવતી હોવાથી તેને અનુસારે ચારે ગતિમાંથી કોઈપણ એક ગતિમાં જાય.
જે જીવ ક્ષાયિક સમ્યક્ત પામ્યા પછી બદ્ધાયુષ્ક હોવા છતાં આયુષ્ય અધિક હોવાથી મૃત્યુ પામતો નથી. તે જીવ ઉપશમશ્રેણી માંડી શકે છે.
આ પ્રમાણે કેટલાક આચાર્યોના મતે ચાર અનંતાનુબંધી અને ત્રણદર્શનમોહનીય એમ સાતનો સર્વથા ઉપશમ કરી ૨૮ની સત્તાવાળો ઔપથમિકસમ્યક્તી જીવ પણ ઉપશમ શ્રેણી માંડી શકે છે. કેટલાક આચાર્યોના મતે ચાર અનંતાનુબંધીની વિસંયોજના કરી દર્શન મોહનીય ત્રણ ઉપશમાવી ૨૪ની સત્તાવાળો ઔપથમિક સમ્યક્તી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org