________________
પાંચમો કર્મગ્રંથ
લોભનો સર્વથા ઉપશમ થઇ જતો નથી. આ કારણથી બે લોભનો ઉપશમ કરાતો હોય ત્યારે જ સંજ્વલન લોભની ઉપરની બીજીસ્થિતિમાં ઉપશમ કરતાં કરતાં તે બીજીસ્થિતિમાંથી જે કર્મદલિકો પ્રથમસ્થિતિ રૂપે જીવ કરે છે અને ઉદયથી ભોગવે છે. તે લોભના ઉદયકાળના આ જીવ ત્રણ ભાગ કરે છે. (૧) અશ્વર્ણકરણાદ્વા, (૨) કિટ્ટિકરણાદ્ધા અને (૩) કિટ્ટિવેદનાદ્વા. તે ત્રણેના અર્થો આ પ્રમાણે
૪૪૬
સંજ્વલન લોભનાં જે રસસ્પર્ધકો પૂર્વે અધિક અધિક રસવાળાં બાંધેલાં સત્તામાં છે કે જેને પૂર્વર્થ કહેવાય છે. તેનો ઘણો ઘણો ભાગ હણી હણીને અત્યન્ત હીન રસવાળાં કરીને સ્પર્ધકોનો તે જ ક્રમ જાળવી રાખીને નવાં હીનરસવાળાં સ્પર્ધકો કરે છે કે જેને ઞપૂર્વસ્વર્ધ કહેવાય. જેમ કે ૧૦૦૦ ૨સાંશ જેમાં હોય તેનો ૧૦૦ રસાંશ કરે, ૧૦૦૧ રસાંશ જેમાં હોય તેનો ૧૦૧ રસાંશ કરે, ૧૦૦૨ રસાંશ જેમાં હોય તેનો ૧૦૨ ૨સાંશ કરે. એમ રસ હીન કરે પરંતુ સ્પર્ધકનો ક્રમ તેનો તે જ રાખે આવી પ્રક્રિયાવાળા કાળને અશ્વકર્ણકરણાદ્ધા કહેવાય છે. જેમ ઘોડાના કાન મૂળમાં પહોળા છે અને પછી ઉ૫૨ ઉપ૨ હીન હીન વિસ્તારવાળા છે. તેમ આ રસસ્પર્ધકોની સંકલના કરતાં કરતાં એવો આકાર થાય છે. અથવા અશ્વના કાનની જેમ જાગૃતિ જ્યાં ઘણી છે. આમ એકાદધર્મની સમાનતાથી આ ઉપમા આપેલી છે.
ગાથા : ૯૮
અત્યન્ત હીન રસવાળાં થયેલાં અપૂર્વસ્પર્ધકોમાંથી અને હજુ અધિક રસવાળાં રહેલાં પૂર્વસ્પર્ધકોમાંથી દલિકો લઈ લઇને તેનાથી પણ અત્યન્ત હીન રસવાળાં કરે અને એકોત્તરપણે રસાંશોની વૃદ્ધિ રૂપે સ્પર્ધકપણાની જે રચના હતી તે તોડી નાખે. બધાં જ કર્મદલિકોને છુટાં-છવાયાં કરી નાખે તેને કિટ્ટિકરણાદ્ધા કહેવાય છે. જેમ કે ૧૦૦ રસાંશવાળાને ૧૦ રસાંશવાળાં ૧૦૧ ૨સાંશવાળાને ૧૫ રસાંશવાળાં એમ ક્રમ વિનાનાં કરે છે. અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ કરીને કિટ્ટિકણાદ્ધામાં વર્તતો જીવ સંજ્વલન લોભની કિટ્ટિઓ કરતો છતો તેના અન્ત્યસમયે શેષ બન્ને લોભોને સર્વથા ઉપશાન્ત કરે છે. તે જ કાળે સંજ્વલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org