________________
ગાથા : ૯૮
પાંચમો કર્મગ્રંથ
૪૪૭
લોભનો બંધ તથા બાદરલોભનો ઉદય, ઉદીરણા અટકી જાય છે. નવમું ગુણસ્થાનક સમાપ્ત થાય છે. સં.લોભનું પણ એક સમયપૂન બે આવલિકામાં બાંધેલું કર્મદલિક તથા કિટ્ટિકૃત કર્મદલિક માત્ર જ શેષ રહે છે તે વિનાનું સર્વે કર્મદલિક ઉપશાન્ત થાય છે.
હવે સૂક્ષ્મકિષ્ટિરૂપે કરાયેલા કર્મદલિકોને (એટલે કે જે કર્મદલિકોનો રસ અત્યન્ત હીન કરવામાં આવ્યો છે તથા સ્પર્ધકપણાનો ક્રમ જેમાં તોડી નાખવામાં આવ્યો છે. તેવો કમંદલિકોને) બીજી સ્થિતિમાંથી ઉતારી પ્રથમસ્થિતિ રૂપે કરીને વેદે છે. તેથી તેને કિટ્ટિવેદનાદ્ધા કહેવાય છે. આનું જ નામ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક છે. આ પ્રમાણે પ્રથમસ્થિતિ રૂપે કરાયેલી કિઠ્ઠિઓ રૂપ ટૂલોભને વેદતો અને બીજીસ્થિતિમાં રહેલી કિટ્ટીઓને તથા અન્તિમ બે આવલિકા કાળમાં લોભના બાંધેલા કર્મદલિકોને અસંખ્યાત ગુણાકારે ઉપશમાવતો ઉપશમાવતો સં. લોભનો પણ સર્વથા ઉપશમ કરવાનું કાર્ય કરે છે. બાદર લોભની પ્રથમ સ્થિતિમાં બાકી રહેલી ૧ આવલિકા તિબૂક સંક્રમથી સૂક્ષ્મ લોભમાં સંક્રમાવે છે. આમ કરતાં કરતાં જ્યારે સં. લોભ સર્વથા ઉપશાન્ત થાય તે જ સમયે ૧૦મું ગુણસ્થાનક પણ સમાપ્ત થાય છે. મોહને ઉપશમાવીને આ જીવ ૧૧મા ગુણસ્થાનકે જાય છે.
પ્રશ્ન - સંજ્વલન કષાયાદિનો ઉદય ચાલુ હોવાથી આ શ્રેણીકાળે સંજ્વલનાદિનો ઉપશમ કરે તે તો ઉચિત છે. પરંતુ શ્રેણીના પ્રારંભમાં અનંતાનુબંધી કષાયનો ઉપશમ કરે છે એમ જે કહ્યું તે ઉચિત લાગતું નથી કારણ કે તેનો ઉદય વિરામ પામે ત્યારે જ સમ્યક્ત આવે છે અને અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય કષાયનો ઉપશમ નવમે સમજાવ્યો. તે પણ ઉચિત લાગતું નથી. કારણ કે તેઓનો ઉદયવિરામ પામે ત્યારે જ સંયમ આવે છે. અને આ શ્રેણીનો પ્રારંભક જીવ સમ્યક્ત અને સંયમ પામેલો છે. તેથી આ બાર કષાયોનો ઉદય છે જ નહીં (એટલે ઉપશમ થયેલો જ હશે એમ મનાય છે) તો અહીં ઉપશમ કહેવાની જરૂર શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org