________________
४४४
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૮
જે પ્રકૃતિઓનો ફક્ત બંધ જ હોય, પરંતુ ઉદય ન હોય તો તે પ્રકૃતિઓના અંતરકરણનું દલિક માત્ર બીજી સ્થિતિમાં જ નાખે છે. જેમ કે સં. ક્રોધના ઉદયે શ્રેણી માંડનાર આ જીવ સમાન, માયા, લોભના અંતરકરણનું દલિક બીજીસ્થિતિમાં નાખે છે.
તે કાલે જે પ્રકૃતિઓનો ફક્ત ઉદય જ હોય, પરંતુ બંધ ન હોય તો તે પ્રકૃતિઓના અંતરકરણનું દલિક માત્ર પ્રથમસ્થિતિમાં જ નાંખે છે. જેમ કે સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયે શ્રેણી પ્રારંભી હોય તો સ્ત્રીવેદનું અથવા નપુંસકવેદનું અંતરકરણનું દલિક પ્રથમસ્થિતિમાં જ નાખે છે. તથા તે કાળે જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય બન્ને નથી, તેઓનું અંતરકરણતું ઉમેરાતું દલિક પરપ્રકૃતિમાં નાખે છે. જેમ કે પુરુષવેદના ઉદયે શ્રેણી માંડનારા જીવને સ્ત્રીવેદ તથા નપુંસકવેદના અંતરકરણનું દલિક પરપ્રકૃતિ એવા પુરુષવેદમાં નાખે છે. તથા દરેક પ્રકૃતિનું ઉપરની બીજી સ્થિતિનું દલિક બધ્યમાન એવી અન્ય પ્રકૃતિમાં તો નાખે જ છે.
આ પ્રમાણે એકવીસે પ્રકૃતિની પ્રથમસ્થિતિ અને અંતરકરણના દલિકોની વિધિ સમજાવી. હવે એકવીસે પ્રકૃતિઓની બીજી સ્થિતિમાં રહેલા કર્મદલિકોને ઉપશમાવે છે. પાણીથી સિંચીને અને ઘણથી કુટીને શાન્ત કરે તેમ દબાવે છે. તે સમજાવે છે.
અંતરકરણ કર્યા પછી અંતર્મુહૂર્ત કાળમાત્ર વડે પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યારબાદ બીજા એક અંતર્મુહૂર્તકાળે સ્ત્રીવેદ ઉપશમાવે છે ત્યારબાદ હાસ્યષટ્રક અને પુરુષવેદ બન્ને સાથે ઉપશમાવવાનો પ્રારંભ કરે છે. પરંતુ હાસ્યષક પ્રથમ ઉપશાન્ત થાય છે અને તે જ સમયે પુરુષવેદના બંધ, ઉદય અને ઉદીરણા વિચ્છેદ પામે છે. ત્યારબાદ એક સમયગૂન બે આવલિકાકાળે પુરુષવેદ પણ ઉપશાન્ત થાય છે. કારણ કે પુરૂષવેદનો બંધ પણ ચાલુ હતો તેથી છેલ્લી બે આવલિકાઓમાં બંધાયેલા દલિકોને ઉપશમાવવામાં તેટલો કાળ અધિક જાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org