________________
પાંચમો કર્મગ્રંથ
સંક્રમાવે છે. તેને ઉદ્દલના સંક્રમ કહેવાય છે. એવી જ રીતે મિશ્રમોહનીયનું કર્મદલિક સ્વમાં અસંખ્યાતગુણાકારે અને પરમાં (સમ્યક્ત્વ મોહનીયમાં) વિશેષ હીનના ક્રમે સંક્રમાવે છે. (જુઓ કર્મ પ્રકૃતિ સંક્રમણકરણ ગાથા ૬૩ તથા ૬૬)
૪૪૦
એમ કરતાં કરતા અનિવૃત્તિકરણમાં ત્રણ દર્શન મોહનીય કર્મની સત્તા જે અંતઃકોડાકોડી સાગરોપમ છે તે હજારો હજારો સ્થિતિઘાત ગયે છતે ક્રમશઃ અસંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય અને એકેન્દ્રિય જીવો જેટલી થાય છે. ત્યારબાદ ત્રણે દર્શમોહનીયની સત્તામાં રહેલી સ્થિતિના સંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી શેષ સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. એવા હજારો સ્થિતિઘાત જાય. ત્યારબાદ મિથ્યાત્વની સ્થિતિના અસંખ્યાત અને શેષ બે પ્રકૃતિના સંખ્યાતાભાગ કરી એક ભાગ રાખી શેષભાગોનો નાશ કરે, આવી રીતે કરતાં હજારો સ્થિતિઘાત ગયે છતે મિથ્યાત્વમોહનીયની સત્તા ફક્ત એક આવલિકા માત્ર જ રહે છે તે વખતે મિશ્ર-સમ્યક્ત્વમોહનીય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સત્તામાં હોય છે.
ગાથા : ૯૮
મિથ્યાત્વમોહનીયની ૧ આવલિકા જે સત્તા રહી છે. તેને સ્તિબૂકસંક્રમથી ઉદયવતી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવે છે. ત્યારે મિથ્યાત્વમોહનીયનો સર્વથા ક્ષય થવાથી મોહનીયની ૨૩ની સત્તા થાય છે. ત્યારબાદ મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયની સત્તાગતસ્થિતિના અસંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી બાકીના ભાગોનો નાશ કરે. એમ કરતાં હજારો સ્થિતિઘાત ગયે છતે મિશ્રમોહનીય પણ ૧ આવલિકાપ્રમાણ થાય ત્યારે સમ્યક્ત્વમોહનીયની ૮ વર્ષપ્રમાણ સત્તા રહે છે. મિશ્રની રહેલી એક આવલિકા સ્તિબૂકસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવીને મોહનીયની ૨૨ની સત્તાવાળો આ જીવ થાય છે. સમ્યક્ત્વમોહનીયની ૮ વર્ષની સ્થિતિ સત્તા રહે ત્યારે સકલ વિઘ્નોનો ભય ચાલ્યો ગયો હોવાથી નિશ્ચયનયથી તે જીવ ક્ષપક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org