________________
પાંચમો કર્મગ્રંથ
ત્રણે દર્શનમોહનીયના સ્થિતિઘાતાદિ કાર્યો કરે છે. ત્યારબાદ અનિવૃત્તિકરણમાં પ્રવેશ્યો છતો સ્થિતિઘાતાદિ કાર્યો વડે સત્તાને ઓછી કરતો કરતો અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી જાય છે. સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે ત્રણે દર્શનમોહનીયનું અંતરકરણ કરે છે. જેથી ત્રણે દર્શનમોહનીયની સ્થિતિના બે બે ભાગ થાય છે. મિથ્યાત્વ અને મિશ્ર અનુદયવતી છે તેથી તેઓની પ્રથમસ્થિતિ ફક્ત એક આવલિકા રાખે છે અને સમ્યક્ત્વમોહનીય ઉદયવતી છે તેથી તેની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્તની રાખે છે. ત્રણેનું અંત૨ક૨ણ અંતર્મુહૂર્તનું છે. અને ત્રણેની બીજીસ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ હોય છે. તેઓનું ચિત્ર સામાન્યથી આ પ્રમાણે
પ્રથમા સ્થિતિ
અંતરકરણ
દ્વિતીયા સ્થિતિ
આવલિકાપ્રમાણ અંતર્મુહુર્ત
અંતઃ કોડાકોડી
,,
૪૩૮
મિથ્યાત્વ મોહ૦
મિશ્ર મોહ.
સમ્યક્ત્વ મોહ.
""
Jain Education International
અંતર્મુહૂર્ત પ્રમાણ
મિથ્યાત્વ અને મિશ્રમોહનીયની આવલિકા પ્રમાણની પ્રથમસ્થિતિ સ્તિબૂક સંક્રમવડે સમ્યક્ત્વમોહનીયની પ્રથમસ્થિતિમાં નાખીને અને સમ્યક્ત્વમોહનીયની અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ વિપાકોદય દ્વારા અનુભવીને આ જીવ સમાપ્ત કરે છે. આ ત્રણે પ્રકૃતિના અંતરકરણનું દલિક સમ્યક્ત્વ મોહનીયની પ્રથમસ્થિતિમાં નાખીને તે જગ્યા પણ ખાલી કરે છે અને ત્રણેની બીજી સ્થિતિ જે અંતઃકોડાકોડી સાગરોપમ છે. તેને ઉપશમાવે છે. એટલે કે સંક્રમાદિ કરણો માટે અયોગ્ય કરે છે. એમ એક અંતર્મુહૂર્ત કાળે ત્રણે દર્શનમોહનીય ઉપશાન્ત થાય છે. આ પ્રમાણે શ્રેણી માટેનું ઔપશમિક સમ્યક્ત્વ જીવ પ્રાપ્ત કરે છે. તે
""
""
For Private & Personal Use Only
ગાથા : ૯૮
""
www.jainelibrary.org