________________
૪૩૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૮
- અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયે છતે એક સંખ્યામાં ભાગ બાકી રહેતે છતે અનંતાનુબંધી ચાર કષાયનું આ જીવ અત્તરકરણ કરે છે. સત્તાગત નિરન્તર પણે રહેલી સ્થિતિમાં વચ્ચે આંતરૂ કરવું તે અંતરકરણ કહેવાય છે. અન્તરકરણ કરવાથી સત્તાગત નિરન્તર સ્થિતિના બે ભાગ થઇ જાય છે. એક પ્રથમાસ્થિતિ હેઠલી સ્થિતિ કહેવાય છે તે એક આવલિકા પ્રમાણ કરે છે. અને અન્તરકરણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તથા બીજી સ્થિતિ = ઉપરની સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમની હોય છે. કલ્પિત આકૃતિ આ પ્રમાણે છે.
પ્રથમા. સ્થિ.
અંતરકરણ
દ્વિતીયા સ્થિતિ
પ્રથમ સ્થિતિ જે એક આવલિકા પ્રમાણ છે તે ઉદયમાં આવેલી સંજવલનાદિ યથાયોગ્ય કષાયોની પ્રકૃતિઓમાં તિબૂકસંક્રમથી સંક્રમાવીને સમાપ્ત કરે છે. અંતર્મુહૂર્તના કાળવાળા અંતરકરણમાં જે કર્મદલિક છે તેને ત્યાંથી ઉમેરીને (ઉપાડીને) બંધાતી એવી મોહનીયની ૧૭-૧૩૯માં નાખે છે. તથા બીજી સ્થિતિમાં રહેલું અંતઃકોડાકોડી સાગરોપમવાળું કર્મદલિક પ્રતિસમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે. “ઉપશમાવવું” એટલે કે જેમ પાણીના બિન્દુઓ વડે સિંચી સિંચીને અને ઘણ આદિ વડે કુટી કુટીને રેતીનો સમૂહ નિઃસ્યન્ટ (જેમાંથી એક કણ પણ ઉડે નહીં તેવો) કરાય છે. તેવી રીતે વિશુદ્ધિરૂપી પાણી વડે સિંચી સિંચીને અને અનિવૃત્તિકરણરૂપી ઘણ વડે કુટી કુટીને કર્મરૂપી-રજ એવી દબાવી દેવામાં આવે છે કે જેમાં સંક્રમ ઉદય ઉદીરણા આદિ કરણો ન લાગે. આ પ્રમાણે અનંતાનુબંધી કષાયની પ્રથમસ્થિતિ સ્તિબૂકસંક્રમ વડે, અને અન્તરકરણવાળી સ્થિતિ ઉમેરવા વડે ખાલી કરે છે અને બીજી સ્થિતિ સર્વથા ઉપશાન્ત કરે છે. એમ અંતર્મુહૂર્તકાળમાં અનંતાનુબંધી કષાય સર્વથા ઉપશાન્ત થાય છે. ત્યારબાદ છષે-સાતમે ગુણસ્થાનકે વર્તતો જીવ દર્શનમોહનીય ત્રણની ઉપશમના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org