________________
ગાથા : ૯૫-૯૬
પાંચમો કર્મગ્રંથ
૪૧૭
ततः कर्मप्रदेशा अनंतगुणितास्ततो रसाविभागाः । યોતિપ્રદેશ, સ્થિત્યનુમા કષાયાત્ ૨૬ II)
શબ્દાર્થ-સેમિનિસે =શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં, ગોવાળિ = યોગસ્થાનકો, પથવિડિયાપ્રકૃતિભેદો અને સ્થિતિભેદો, ક્િવંયવસાયા,માતા = સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનો અને અનુભાગબંધમાં હેતુભૂત અધ્યવસાયસ્થાનો, સંરપુII= અસંખ્યાત-ગુણાં છે, તો મપાસ તેનાથી કર્મપ્રદેશો, viતપુforી અનંતગુણા છે, તો તેનાથી સર્જીયા=રસના અવિભાગપલિચ્છેદો અનંતગુણા છે, ગોળ ચોગથી, પલિપસિં= પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે, હિપુમા સ્થિતિબંધ અને રસબંધ, વસાવાઝોકષાયથી થાય છે. છે ૯૫-૯૬ છે.
ગાથાર્થ - શ્રેણીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનકો છે. તેનાથી પ્રકૃતિભેદો, સ્થિતિભેદો, સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનો, રસબંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનો અનુક્રમે અસંખ્યાત ગુણાં છે. તેનાથી કર્મ પ્રદેશો અનંતગુણા છે અને તેનાથી રસના અવિભાગ પલિચ્છેદો અનંતગુણા છે. પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધ યોગથી અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયથી થાય છે. ૯૫-૯૬
વિવેચન - મન-વચન-કાયાના નિમિત્તથી આત્મપ્રદેશોમાં જે હલન-ચલન-પ્રવૃત્તિ-અસ્થિરતા-ચંચળતા થાય છે. તે અસ્થિરતાને જ યોગ કહેવાય છે “આત્માને કર્મની સાથે જે જોડે તે યોગ કહેવાય છે.” જે યોગનું વર્ણન આ જ કર્મગ્રંથની પ૩-૫૪ ગાથામાં પૂર્વે કર્યું છે. તેવા પ્રકારના યોગની તરતમતાથી (હીનાધિકતાથી) પડેલા જે પ્રકારો-સ્થાનો તે યોગસ્થાનક કહેવાય છે. સૌથી અલ્પમાં અલ્પ (જઘન્ય) યોગ સૂક્ષ્મનિગોદીયા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. અને વધુમાં વધુ (ઉત્કૃષ્ટ) યોગ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં હોય છે. તે યોગનું સામાન્યવર્ણન ૫૩-૫૪ ગાથામાં કર્યું છે. છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org