________________
૪૧૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૫-૯૬
વિશેષવર્ણન જાણવું હોય તો કર્મપ્રકૃતિના બંધનકરણના પ્રારંભની ગાથાઓમાં છે. ત્યાંથી જાણી લેવું.
સ્થાવર જીવો પોતાના પ્રાયોગ્ય એક એક યોગસ્થાનકમાં અનંતા અનંતા, અને ત્રસ જીવો પોતાના પ્રાયોગ્ય એક એક યોગસ્થાનકમાં અસંખ્યાત અસંખ્યાત હોય છે તેથી જીવો અનંતા હોવા છતાં પણ યોગસ્થાનકો અસંખ્યાતાં જ છે તેમાં પણ અપર્યાપ્તા જીવો કોઇપણ એક યોગસ્થાનકમાં એક સમયમાત્ર જ વર્તે છે. કારણ કે પ્રતિસમયે અસંખ્યાતગુણા યોગે વધે છે તેથી દ્વિતીયાદિ સમયોમાં યોગસ્થાનક બદલાઈ જાય છે. પરંતુ પર્યાપ્તા જીવો સ્વ પ્રાયોગ્ય યોગસ્થાનોમાં જઘન્ય યોગસ્થાને ૧ થી ૪ સમય સુધી અને ઉત્કૃષ્ટયોગસ્થાને ૧/૨ સમય સુધી અને મધ્યમયોગસ્થાને કોઈ સ્થાનોમાં વધુમાં વધુ ૩ સમય, કોઈ સ્થાનોમાં વધુમાં વધુ ૪ સમય એમ યાવત્ કોઈ સ્થાનોમાં વધુમાં વધુ ૮ સમય સુધી જીવો રહી શકે છે.
આ યોગસ્થાનો સંસારી સર્વે જીવોનાં મળીને આકાશપ્રદેશોની સૂચિ શ્રેણીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ અસંખ્યાતાં હોય છે. હવે પાછળ સમજાવાતા બીજા છ બોલો કરતાં આ સંખ્યા ઘણી જ અલ્પ છે તેથી યોગસ્થાનો સૌથી અલ્પ છે. તેનાથી પ્રકૃતિભેદો અસંખ્યાતગુણા છે.
પ્રકૃતિભેદોનું વર્ણન કર્મગ્રંથોમાં આવતી મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓ જો કે ૧૫૮ છે. તો પણ તેમાંની એક એક પ્રકૃતિના વિષય અને ક્ષેત્રાદિના ભેદને લીધે અસંખ્ય અસંખ્ય ભેદો થાય છે. જેમ કે શ્રુતજ્ઞાનાવરણીયકર્મ શ્રુતજ્ઞાનને આચ્છાદિત કરવા રૂપે એક પ્રકારનું છે, છતાં ગુજરાતી, હિન્દી, અંગ્લીશ, મરાઠી આદિ ભાષાઓને જાણવા રૂપે, ઇતિહાસ, ભૂગોળ, ગણિત વિજ્ઞાન આદિ વિષયોને જાણવા રૂપે, ધાર્મિક-વ્યવહારિક કોઈ કલા સંબંધી જ્ઞાન મેળવવા રૂપે અનેક પ્રકારનું છે. તેથી શ્રુત જ્ઞાનાવરણીય કર્મ પણ અનેક પ્રકારનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org