________________
૪૩૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૮
પૂજ્ય આ. શ્રી શિવશર્મસૂરિજી આદિના મતે) અનંતાનુબંધી ચાર કષાયોની વિસંયોજના કરી, દર્શકત્રિકની ઉપશમના કરી ઔપશમિક સમ્યકત્વ પામીને શ્રેણી પ્રારંભે છે. વિસંયોજના ૪ થી ૭ ગુણસ્થાનકવર્તી જીવો કરે છે. પરંતુ દર્શકત્રિકની ઉપશમના છઠ્ઠાસાતમાં ગુણસ્થાનક વાળા જ કરે છે. જ્યારે કર્મગ્રંથકારો એમ માને છે કે અનંતાનુબંધી કષાયની ઉપશમના કરીને ત્યારબાદ દર્શનત્રિકની ઉપશમના કરવા દ્વારા પણ ઉપશમશ્રેણી પ્રારંભાય છે. ત્યાં અનંતાનુબંધી કષાયની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકવર્તી જીવો કરે છે અને દર્શનત્રિકની ઉપશમના છઠ્ઠા-સાતમાવાળા જ કરે છે. (આ વિષય ઉપર જુઓ સ્વોપજ્ઞટીકા). આ રીતે બન્ને મતે બન્ને પ્રક્રિયાથી ઉપશમસમ્યક્ત પામ્યા બાદ જીવો આઠમા ગુણસ્થાનકથી શ્રેણી ઉપર આરોહણ કરે છે. ત્યાં ઉપશમ શ્રેણી પ્રારંભવા માટે ઉપશમસમ્યક્ત પામવાની પ્રાથમિક વિધિ આ પ્રમાણે છે.
ઉપશમ શ્રેણી પ્રારંભવા માટેનું ઔપશમિક સમ્યક્ત પામનારો જીવ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમાં વર્તતો નિયમ લાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ જ હોય છે ૪ થી ૭માં વર્તતો આ લાયોપથમિક સભ્યત્વવાળો જીવ સૌથી પ્રથમ અનંતાનુબંધી ચાર કષાયો ઉપશમાવવા માટે યથાપ્રવૃત્તાદિ ત્રણ કરો કરે છે. પરંતુ તે ત્રણ કરણો કરતાં પહેલાં એક અંતર્મુહૂર્ત કાળ સુધી નીચે પ્રમાણેની શુદ્ધિમાં આગળ વધે છે.
(૧) તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણ શુભલેશ્યાઓમાંથી કોઈપણ એક શુભલેશ્યામ વર્તે છે.
(૨) નિયમા સાકારોપયોગમાં જ વર્તે છે. નિરાકારોપયોગમાં (દર્શનોપયોગમાં) નહીં, કારણ કે દર્શનોપયોગમાં લબ્ધિ પ્રાપ્ત થતી નથી.
(૩) આયુષ્ય વિનાનાં સાતે કર્મોની સ્થિતિ નિયમો અન્તઃકોડાકોડી સાગરોપમ જ સત્તામાં થઈ ગઈ છે જેને એવો આ જીવ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org