________________
૪૨૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૭
પ્રદેશબંધ અને પ્રતિબંધ યોગથી થાય છે : મિથ્યાત્વાદિ ચારે બંધહેતુઓ હોવા છતાં પણ આ બે બંધમાં પ્રધાનતાએ કારણ યોગ છે. તેથી જ દસમા ગુણઠાણા પછી (૧૧-૧૨-૧૩માં) યોગમાત્ર હોવાથી (સાતાવેદનીયનો) પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. અને ચૌદમા ગુણઠાણે યોગનો અભાવ થતાં સાતવેદનીયનો પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ પણ અટકી જાય છે. આ પ્રમાણે આ બે બંધોનો અન્વયવ્યતિરેક સંબંધ યોગ સાથે હોવાથી યોગથી બંધાય છે. એમ જાણવું. તથા સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય છે. ગાથા ર૬ થી ૬૨માં સ્થિતિબંધના વર્ણનપ્રસંગે અને ગાથા ૬૩ થી ૭૪માં રસબંધના પ્રસંગે જેમ જેમ વધારે તીવ્ર તીવ્ર કષાયો હોય તેમ તેમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ રસબંધ સમજાવ્યો જ છે. તથા જેમ જેમ અતિશય મંદતમ કષાય હોય અને વધારે વધારે વિશુદ્ધિ હોય તેમ તેમ જઘન્યસ્થિતિબંધ અને જઘન્યરસબંધ તથા તેનું સ્વામિત્વ સમજાવ્યું છે.
૪૨ પુણ્યપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધમાં વિશુદ્ધિ એ કારણ છે અને ૮૨ પાપ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસબંધમાં સંકલિષ્ટતા એ કારણ છે. અને તે જ અર્થને ધ્યાનમાં રાખીને પૂર્વે રસબંધનું તથા તેના સ્વામિત્વનું વર્ણન કરેલું છે. તેથી પ્રશસ્ત હોય કે ભલે અપ્રશસ્ત હોય પરંતુ કષાય જ રસબંધમાં મુખ્ય કારણ છે. આ પ્રમાણે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયથી થાય છે. આ વાત સિદ્ધ થઈ. ૫ ૯૫-૯૬ છે
યોગસ્થાનકો સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ૯૫મી ગાથામાં કહ્યાં છે. તેથી સૂચિશ્રેણી કોને કહેવાય ? તે સમજાવવા માટે સૂચિશ્રેણી, પ્રતર અને ઘનલોકનું સ્વરૂપ સમજાવે છે. चउदसरजू लोगो, बुद्धिकओ होइ सत्तरज्जुघणो। तद्दीहेगपएसा, सेढी पयरो य तव्वग्गो ॥ ९७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org