________________
પાંચમો કર્મગ્રંથ
ઉત્તર
સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય છે. તેથી તે
બે બંધમાં વિશુદ્ધિ અને સંક્લિષ્ટતા કારણ છે. પરંતુ આ પ્રદેશબંધ ચાલે છે. તેમાં વિશુદ્ધિ અને સંક્લિષ્ટતા કારણ નથી પરંતુ યોગ જ કારણ છે. અને ઉત્કૃષ્ટ યોગ તો મિથ્યાદષ્ટિને પણ હોઇ શકે છે. અને સમ્યગ્દષ્ટિને પણ હોઇ શકે છે. માટે બન્ને સ્વામી કહ્યા છે.
ગાથા : ૯૧
-
૨. મનુષ્યાયુષ્ય=આ પ્રકૃતિના ઉ.પ્ર. બંધના સ્વામી મિથ્યાદષ્ટિ ચારેગતિના જીવો અને અવિરત સમ્યગ્દષ્ટિ દેવ-નારકીના જીવો માત્ર જ સ્વામી જાણવા. તે પણ જ્યારે ઉત્કૃષ્ટ યોગમાં વર્તતા હોય ત્યારે એક બે સમય માત્ર સ્વામી જાણવા. બીજે ગુણસ્થાનકે ઉત્કૃષ્ટયોગ નથી. ત્રીજે ઉત્કૃષ્ટયોગ પણ નથી અને આયુષ્યકર્મનો બંધ પણ નથી. ચોથા ગુણઠાણામાં જો મનુષ્ય-તિર્યંચો હોય તો નિયમા દેવાયુષ્ય જ બાંધે. મનુષ્યાયુષ્ય ન બાંધે, પાંચમા આદિ ગુણઠાણાઓમાં મનુષ્યાયુષ્ય બંધાતું જ નથી. તેથી તે બધાને છોડીને ઉપરોક્ત સ્વામી કહ્યા છે.
૩૯૭
3. देवायुष्य = આ પ્રકૃતિના ઉ.પ્ર.બંધના સ્વામી મિથ્યાદૃષ્ટિ, અવિરતસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર એવા તિર્યંચો અને મનુષ્યો તથા છઠ્ઠા-સાતમા ગુણઠાણાવાળા મુનિઓ ઉત્કૃષ્ટ યોગે વર્તતા હોય ત્યારે ૧/૨ સમય સ્વામી જાણવા. બીજે-ત્રીજે સ્વામી ન કહેવાનું કારણ પૂર્વની જેમ જાણવું. દેવો અને નાટકી દેવાયુષ્ય બાંધતા જ નથી. તેથી તેને છોડીને તિર્યંચ-મનુષ્યો જ સ્વામી કહ્યા છે.
Jain Education International
૪. વજ્રઋષમનારાવ = આ પ્રકૃતિના સ્વામી પં. તિર્યંચ પ્રાયોગ્ય અથવા મનુષ્યપ્રાયોગ્ય નામકર્મની ૨૯ પ્રકૃતિઓ બાંધતા ચારે ગતિના મિથ્યાર્દષ્ટિ જીવો, તથા સમ્યગ્દષ્ટિમાં માત્ર દેવ-નાકીના જ જીવો સ્વામી જાણવા. જો સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો હોય તો દેવ પ્રાયોગ્ય જ બંધ કરે અને તેમાં સંઘયણ બંધાય નહીં માટે સમ્યગ્દષ્ટિમાં મનુષ્યતિર્યંચનું સ્વામી તરીકે વર્જન કરેલું છે તથા ૨૯ ના બંધથી નીચેના નામકર્મનાં (૨૩-૨૫-૨૬-૨૮) બંધસ્થાનકોમાં આ સંઘયણ બંધાતું
For Private & Personal Use Only
www.jainelibrary.org