________________
૪૧૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૪
પહેલે-બીજે એમ બે જ ગુણસ્થાનકોમાં બંધાય છે. પરંતુ બીજે ઉત્કૃષ્ટ યોગ હોતો નથી તેથી ઉત્કૃષ્ટપ્રદેશબંધ પહેલે જ થાય છે.
તથા નામકર્મની ધ્રુવબંધી ૯ પ્રકૃતિઓ જો કે પહેલા ગુણઠાણાથી ૮ ૬ ભાગ સુધી બંધાય છે. પરંતુ અલ્પ ભાગ પડે એવું નામકર્મનું એ કેન્દ્રિયપ્રાયોગ્ય ૨૩નું બંધસ્થાનક પહેલે જ હોય છે. તેથી આ ૧૭નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પહેલા ગુણઠાણે જ થાય છે. સર્વે સંસારી જીવો પહેલા ગુણઠાણે તો હતા અને છે. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરવાનો વારો ભૂતકાળમાં આવ્યો જ છે. અને જ્યારે ઉત્કૃષ્ટપ્રદેશબંધ આદર્યો હશે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધની સાદિ થયેલી છે અને અનુત્કૃષ્ટ બંધ અટકેલો છે એટલે અધ્રુવ થયેલો છે. ઉત્કૃષ્ટ યોગસ્થાનક એક બે સમય માત્ર જ ટકે છે. તેથી ઉત્કૃષ્ટપ્રદેશબંધ એક બે સમય માત્ર જ થાય છે. ત્યારબાદ ફરીથી અનુત્કૃષ્ટબંધ થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ અધ્રુવ અને અનુત્કૃષ્ટની સાદિ થાય છે. આ પ્રમાણે પહેલા ગુણઠાણે ઉત્કૃષ્ટ –અનુત્કૃષ્ટ પ્રદેશબંધ વારાફરતી બંધાતા હોવાથી બન્નેના સાદિ અને અધ્રુવ એમ બે જ ભાંગા ૧૭ પ્રકૃતિના થાય છે. પરંતુ આ ૧૭ના અનાદિ અને ધ્રુવના ભાંગા ઘટતા નથી.
બાકીની જે ૩૦ ધ્રુવબંધી પ્રકૃતિઓ છે. તે ૩૦નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૪ થી ૧૦માં સમ્યગ્દષ્ટિ જીવને જ થાય છે પરંતુ મિથ્યાદૃષ્ટિ જીવને ઉત્કૃષ્ટપ્રદેશબંધ થતો નથી. તેથી સમ્યક્ત ન પામેલા જીવોને અનાદિ કાળથી મિથ્યાત્વ માત્ર જ હોવાથી અને ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થવાથી સદાકાળ અનુત્કૃષ્ટ પ્રદેશબંધ જ થાય છે. તેથી તે ૩૦ ધ્રુવબંધીમાં અનુત્કૃષ્ટના સાદિઅનાદિ-ધ્રુવ અને અધુવ એમ ચાર ચાર ભાંગા થઈ શકે છે.
ટર્શનાવરણીય વાર નો ઉપશમક અને ક્ષપક એમ બન્ને શ્રેણીમાં ૧૦માં ગુણઠાણે માત્ર ૧/૨ સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે આયુષ્ય અને મોહનીય ન બંધાતું હોવાથી મૂલકર્મના છ જ ભાગ પડે છે તથા નિદ્રાપંચક બંધાતું ન હોવાથી ઉત્તરપ્રકૃતિના ભાગ પણ ચાર જ થાય છે. આ રીતે ૧૦માં ગુણઠાણે ૧/૨ સમય ઉત્કૃષ્ટ યોગ આવે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org