________________
ગાથા : ૯૪
પાંચમો કર્મગ્રંથ
૪૧૩
જ ૧/ર સમય માત્ર જ ઉત્કૃષ્ટયોગકાળે થાય છે તે કાળે ઉત્કૃષ્ટની સાદિ, ૧/૨ સમય પછી અનુત્કૃષ્ટ બાંધે ત્યારે અથવા અગિયારમે જઈ અબંધક થઈ પડીને દસમે આવી ફરીથી નવો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ બંધની સાદિ, દશમું અગિયારમું ગુણસ્થાનક જેઓ નથી પામ્યા તેને અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવ. એમ મૂલ છ કર્મનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે હોય છે અને ઉત્કૃષ્ટબંધ ૧૨ સમય માત્ર જ દશમે ગુણઠાણે હોય તેથી તે ઉત્કૃષ્ટબંધ સાદિ અધ્રુવ છે. આ જ છ કર્મના જઘન્ય અજઘન્ય પ્રદેશબંધ સુક્ષ્મનિગોદાવસ્થામાં પ્રથમ-દ્વિતીય સમય આશ્રયી થતા હોવાથી સાદિ-અધ્રુવ બે બે ભાંગા જ થાય છે એમ છ કર્મો ના ૬૪૧૦=૬૦ ભાંગા થાય છે.
મોહનીય અને આયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પહેલે ગુણઠાણે ઉત્કૃયોગકાળે થાય છે. અને ૧/૨ સમય પછી અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ યોગસ્થાનક ૧/૨ સમય જ ટકે છે. અનાદિકાળથી જીવ પહેલા ગુણઠાણે તો છે જ, તેથી વારંવાર આ ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ પ્રદેશબંધ અનેકવાર કર્યા છે. માટે બન્નેના સાદિ-અધ્રુવ બે બે ભાંગા થાય છે. વળી આયુષ્યકર્મ તો ભવમાં એક વાર જ બંધાતું હોવાથી પણ સાદિ-અધ્રુવ છે તથા જઘન્ય અજઘન્ય બંધ પણ સૂક્ષ્મનિગોદની અવસ્થાને આશ્રયી થતા હોવાથી અને સૂક્ષ્મનિગોદપણું અનેકવાર પ્રાપ્ત થયેલ હોવાથી તેના પણ સાદિ-અધ્રુવ બે બે ભાંગા થાય છે. કુલ આયુષ્યના પણ આઠ અને મોહનીયના પણ આઠ એમ સોળ ભાંગા થાય છે. તેથી છ કર્મના ૬૦ અને બે કર્મના ૧૬ મળીને ૬૦+૧૬–૭૬ ભાંગા થાય છે. મૂળકર્મ અને ઉત્તરકર્મોના ભાંગા સાથે મળીને કુલ ૭૬+૧૦૨૦=૧૦૯૬ ભાંગા પ્રદેશબંધના જાણવા જે ૯૪ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org