________________
ગાથા : ૯૪
પાંચમો કર્મગ્રંથ
૪૧૧
૧/૨ સમય માત્ર ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીને ત્યારબાદ અનુત્કૃષ્ટબંધ શરૂ કરતાં અથવા અગિયારમે જઈ ચાર દર્શનાવરણીય કર્મના સર્વથા અબંધક થઈ ત્યાંથી ઉતરતાં દશમે આવી અનુત્કૃષ્ટબંધ શરૂ કરતાં અનુત્કૃષ્ટબંધની સાદિ થાય છે. જે જીવો આ દસમુ-અગિયારમું ગુણસ્થાનક નથી પામ્યા, તેઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બાંધવાનો કે સર્વથા અબંધક થવાનો વારો ન આવ્યો હોવાથી અનાદિકાળથી અનુત્કૃષ્ટ જ બંધાય છે. તેથી અનુત્કૃષ્ટબંધ અનાદિ કહેવાય છે. અભવ્યને આ અનુત્કૃષ્ટ બંધ અનંતકાળ ચાલવાનો જ છે. તેથી ધ્રુવ અને ભવ્યને ક્ષપક શ્રેણી અથવા ઉપશમશ્રેણી શરૂ કરતાં ૧૦-૧૧મે ગુણસ્થાનકે આવશે ત્યારે વિરામ પામશે માટે અધ્રુવ. એમ દર્શનાવરણીય ૪ કર્મના અનુત્કૃષ્ટબંધના સાદ્યાદિ ચાર ભાંગા થાય છે.
નિદ્રાપ્રવના આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સતવિધ બંધક ઉત્કૃષ્ટયોગી ૪ થી ૮/૧ ભાગ સુધીમાં વર્તતા જીવો કરે છે. તેથી સમ્યત્વ ન પામેલાને આશ્રયી અનુત્કૃષ્ટ પ્રદેશબંધના પૂર્વોક્તરીતિ મુજબ સાદ્યાદિ ચાર ભાંગા થાય છે.
મગુપ્તા આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પણ નિદ્રાની જેમ સમ્યગ્દષ્ટિને જ થાય છે. તફાવત માત્ર એટલો જ છે કે ચોથાથી ૮/૧ ભાગ સુધીને બદલે ચોથાથી ૮૭ ભાગ સુધીમાં જ્યારે ઉત્કૃષ્ટ યોગ આવે ત્યારે ૧૨ સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે તેથી નિદ્રા-પ્રચલાની જેમ આ ભય અને જુગુપ્સાના અનુત્કૃષ્ટ પ્રદેશબંધના ચાર ભાંગા થાય છે.
અપ્રત્યારસ્થાનાદ્રિ ૨૨ જાય = અપ્રત્યાખ્યાનીયનો ચોથે, પ્રત્યાખ્યાનીયનો પાંચમે, અને સંજ્વલનનો નવમે ઉત્કૃષ્ટપ્રદેશબંધ થાય છે. તેથી અહીં પણ નિદ્રા-પ્રચલાની જેમ જ અનુત્કૃષ્ટ પ્રદેશબંધના સાદ્યાદિ ચાર ભાંગા થાય છે.
ધ જ્ઞાનાવરણીય અને કન્તરાય આ ૧૦ પ્રકૃતિઓનો ઉ.પ્ર.બંધ ૧૦માં ગુણઠાણે થાય છે તેથી ચાર દર્શનાવરણીયની જેમ પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાયના પણ અનુત્કૃષ્ટ પ્રદેશબંધના સાદ્યાદિ ચાર ભાંગા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org