________________
૪૦૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૪
શેષ નવાધિશત = બાકીની ૧૦૯ પ્રકૃતિઓના જ... બંધના સ્વામી સૂક્ષ્મનિગોદાવસ્થાવર્તી લબ્ધિ અને કરણથી અપર્યાપ્તા જીવ સ્વામી જાણવા. તેમાં ૧૦૭ પ્રકૃતિઓના સ્વામી ભવના આદ્યસમયમાં વર્તતા સ્વયોગ્ય સંભવતી અધિક પ્રકૃતિ બાંધતા જીવ સ્વામી જાણવા અને તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યના સ્વામી સૂક્ષ્મ નિગોદાવસ્થાવાળા પોતાના ભવના બે ભાગ ગયા પછીના ત્રીજા ભાગના આદ્યસમયમાં વર્તતા અપર્યાપ્તા જીવ સ્વામી જાણવા. બે ભાગ ગયા પહેલાં આયુષ્ય બંધાતું જ નથી માટે બે ભાગ ગયા પછી સ્વામી કહ્યા છે. અન્ય જીવો કરતાં સૂક્ષ્મનિગોદમાં અલ્પયોગ હોય છે. તેમાં પણ અપર્યાપ્તામાં અને ભવના આદ્યસમયમાં અતિશય અલ્પયોગ હોય છે. તેથી ઉપરોક્ત જીવ સ્વામી કહ્યા છે.
મૂલકર્મોનું જઘન્યપ્રદેશબંધ સ્વામિત્વ ગ્રંથકારશ્રીએ મૂલગાથામાં કહ્યું નથી. પરંતુ સરળ હોવાથી અને ઉત્તરપ્રકૃતિઓના કથનના આધારે સમજાતું હોવાથી સ્વયં સમજી લેવું. ત્યાં મૂલ સાતકર્મોનો જ... બંધ સૂક્ષ્મનિગોદીયો જીવ ભવના આદ્ય સમયવર્તી હોય ત્યારે કરે છે. અને આયુષ્યકર્મનો જ... બંધ તે જ જીવ ભવના ત્રીજાભાગના આદ્ય સમયે કરે છે. મેં ૯૩
ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશબંધનું સ્વામિત્વ કહીને હવે પ્રદેશ બંધને આશ્રયી ઉત્કૃષ્ટ-અનુસ્કુષ્ટાદિના સાદ્યાદિ ભાંગા જણાવે છે. दंसणछगभयकुच्छाबितितुरीयकसायविग्घनाणाणं। मूलछगे णुक्कोसो, चउह दुहा सेसि सव्वत्थ ॥ ९४ ॥ (दर्शनषट्कभयजुगुप्साद्वितीयतृतीयतुरीय कषायविघ्नज्ञानानाम् । · मूलषट्केऽनुत्कृष्टश्चतुर्धा, द्विधा शेषे सर्वत्र ॥ ९४॥)
શબ્દાર્થ - હંસUછમછ=દર્શનાવરણીય છે, ભય અને જુગુપ્સા, વિતિયસ=બીજો, ત્રીજો અને ચોથો કષાય, વિશ્વનાTi= પાંચ અંતરાય અને પાંચ જ્ઞાનાવરણીય, મૂછ મૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org