________________
ગાથા : ૯૩
પાંચમો કર્મગ્રંથ
૪૦૫
માદારદિક = આહારકદ્વિકનો જ.પ્ર.બંધ અપ્રમત્તમુનિ કરે છે. તે પણ અષ્ટવિધબંધક, પરાવર્તમાનયોગવાળા અને દેવપ્રાયોગ્ય નામકર્મની (જિનનામ તથા આહારકદ્ધિક સહિત) ૩૧ પ્રકૃતિઓ બાંધતા મુનિ જ જ.પ્ર. બંધ કરે છે. અષ્ટવિધબંધક લેવાથી ભાગ અધિક પડે જેથી નામકર્મના ભાગમાં દલિકો અલ્પ આવવાથી જ. પ્રબંધ ઘટી શકે. અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે યોગ અસંખ્યાતગણી વધે છે. એટલે જઘન્યયોગ ઉત્પત્તિના પ્રથમ સમયે જ મળે છે. પરંતુ આહારદ્ધિક મુનિ અવસ્થામાં જ બંધાતું હોવાથી પર્યાપ્ત અવસ્થા જ લેવી પડે છે. અને પર્યાપ્ત અવસ્થામાં જઘન્યયોગનો સંભવ ત્યારે છે કે જ્યારે પર્યાપ્ત અવસ્થાને યોગ્ય યોગસ્થાનોમાં જીવ ચડ-ઉતર કરવા રૂપે પરાવૃત્તિ કરતો હોય પરંતુ કોઇપણ એક યોગસ્થાનકમાં અતિશય સ્થિર ન હોય ત્યારે જ એટલે કે એક યોગસ્થાનકથી ઉતરી બીજે, અને બીજાથી ઉતરી ત્રીજે યોગસ્થાનકે જલ્દી જલ્દી બદલાતો હોય ત્યારે જઘન્યયોગવાળો હોય છે એટલે પરાવર્તમાન યોગવાળો જીવ સ્વામી કહ્યો છે. તથા નામકર્મના દેવપ્રાયોગ્ય ૩૦ અને ૩૧ આ બન્ને બંધસ્થાનકોમાં આહારકદ્ધિક બંધાય છે. પરંતુ ૩૦માં ભાગ ઓછા હોવાથી જ... બંધનો સંભવ નથી તેથી ૩૧ બાંધતો જીવ સ્વામી કહ્યો છે.
તથા આહારકદ્ધિક સાતમ-આઠમે એમ બન્ને ગુણઠાણે બંધાતું હોવા છતાં અષ્ટવિધબંધક હોય તો ભાગ અધિક પડે જેથી જ... બંધ આવી શકે અને અષ્ટવિધબંધક સાતમા-આઠમામાંથી સાતમે જ હોય છે. તેથી સ્વામી તરીકે અપ્રમત્તમુનિ (સામાવાળા) જ સ્વામી જાણવા.
નરકૃત્રિસુરીયુષ્ય = આ ચાર પ્રકૃતિઓનો જ. પ્ર. બંધ અસંજ્ઞા પંચેન્દ્રિય પર્યાયો જીવ કરે છે અને તે પણ અષ્ટવિધબંધક પરાર્વતમાન યોગવાળો જીવ સમજવો. એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયના જીવો આ ચાર પ્રકૃતિ બાંધતા જ નથી. માત્ર અસંજ્ઞી પં. પર્યાપ્તા અને સંજ્ઞી પં. પર્યાપ્તા જ બાંધે છે. તેથી એકેન્દ્રિયાદિને સ્વામી કહ્યા નથી. અસંજ્ઞી અને સંજ્ઞી આ બન્નેમાં અસંજ્ઞી ૫. કરતાં સંજ્ઞી પં.નો યોગ અસંખ્યાત ગણો વધારે હોય છે. તેથી સંજ્ઞી પં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org