________________
ગાથા : ૮૭
પાંચમો કર્મગ્રંથ
૩૭૯
(૧) કાર્મણ પુદ્ગલ પરાવર્તમાં સૌથી અલ્પકાળ થાય. (૨) તેનાથી તેજસ પુદ્ગલ પરાવર્તમાં અનંતગુણ અધિકકાળ થાય. (૩) તેનાથી ઔદારિક પુગલ પરા. માં અનંતગુણ અધિકકાળ થાય. (૪) તેનાથી ઉચ્છવાસ પુદ્ગલ પરા. માં અનંતગુણ અધિક કાળ થાય. (૫) તેનાથી મન પુદ્ગલ પરાવર્તમાં અનંતગુણ અધિકકાળ થાય. (૬) તેનાથી ભાષા પુલ પરાવર્તમાં અનંતગુણ અધિક કાળ થાય. (૭) તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તમાં અનંતગુણ અધિક કાળ થાય.
જેમાં કાળ ઓછો થાય છે. તે પુલ પરાવર્તો આ જીવે ભૂતકાળમાં ઘણાં કર્યા છે. અને જેમાં કાળ વધારે વધારે થાય છે. તે તે પુદ્ગલ પરાવર્તો આ જીવે ભૂતકાળમાં ઓછાં કર્યા છે. તેથી તેનું અલ્પબદુત્વ ઉપરના કરતાં ઉલટા ક્રમે જાણવું. જેમ કે ભૂતકાળમાં કોઇપણ જીવે (૧) વૈક્રિય પુ.પ. ઘણાં ઓછાં કર્યા છે. (૨) તેનાથી ભાષા, (૩) મન, (૪) ઉચ્છવાસ (૫) ઔદારિક, (૬) તૈજસ અને (૭) કાર્મણ પુદ્ગલ પરાવર્તે અનંતગુણાં કર્યાં છે.
મતાન્તર - સમસ્ત પુદ્ગલાસ્તિકાયને ઔદારિકાદિ સાતમાંથી કોઈપણ એક રૂપે ગ્રહણ કરીને પૂર્ણ કરવામાં આવે તેને સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલપરાવર્ત કહેવાય અને તે સાત પ્રકારે છે એમ સમજાવવામાં આવ્યું. પરંતુ કેટલાક આચાર્યો સમસ્ત પુદ્ગલાસ્તિકાયને ઔદારિકવૈક્રિય-તૈજસ અને કાર્મણ એમ ચાર પ્રકારના દેહમાંથી કોઈપણ એક દેહરૂપે જ ગ્રહણ કરીને પૂર્ણ કરવામાં આવે તેને જ સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત માને છે. અને તેથી તે સૂદ્ર.પુ.૫. માત્ર ચાર જ પ્રકારનું છે એમ કહે છે. આ જ પ્રમાણે બાદરદ્રવ્ય પુદ્ગલ પરાવર્તમાં પણ સમસ્ત પગલાસ્તિકાય માત્ર ચાર રૂપે જ ગ્રહણ કરાયેલાં હોય તે જ ગણવાનાં છે. પરંતુ સાત રૂપે ગ્રહણ કરાયેલાં નહીં. એમ તેઓ કહે છે આ એક મતાન્તર છે. (જુઓ સ્વોપજ્ઞ ટીકા). ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org