________________
ગાથા : ૮૯
પાંચમો કર્મગ્રંથ
૩૮૯
ગાથાર્થ - અલ્પતર પ્રવૃતિઓને બાંધનારો ઉત્કૃષ્ટ યોગી અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્યો જીવ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. અને જઘન્ય પ્રદેશબંધ તેનાથી વિપરીતપણામાં કરે છે. ૮૯ મા
વિવેચન - એકસમયમાં ગ્રહણ થયેલું કાર્મણવર્ગણાનું દલિક તે સમયે મૂલ અને ઉત્તરભેદો જેટલા બંધાતા હોય તેટલા ભાગોમાં વહેંચાય છે. આ કારણથી જ્યારે જ્યારે મૂલ અને ઉત્તરપ્રકૃતિઓ અલ્પ અલ્પ બંધાતી હોય ત્યારે ત્યારે ભાગ અલ્પ થવાથી બંધાતી પ્રકૃતિઓના ભાગમાં દલિક વધારે વધારે આવે છે. તેથી જ્યારે અલ્પતર પ્રવૃતિઓ બંધાતી હોય ત્યારે જ ઉત્કૃષ્ટપ્રદેશબંધ સંભવી શકે છે. આ કારણથી અત્યંત પ્રકૃતિવંથી આવું પહેલું વિશેષણ કહ્યું છે.
નો પથ પર્વ = યોગના આધારે પ્રદેશગ્રહણ હોય છે. જઘન્ય યોગવાળો જીવ જઘન્ય પ્રદેશ ગ્રહણ કરે છે. મધ્યમ યોગવાળો જીવ મધ્યમ પ્રદેશ ગ્રહણ કરે છે. અને ઉત્કૃષ્ટ યોગવાળો જીવ ઉત્કૃષ્ટ પ્રદેશો ગ્રહણ કરે છે. તેથી ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) પ્રદેશોનો બંધ ઉત્કૃષ્ટદ્યોગ કાલે સંભવતો હોવાથી કષ્ટોળી એવું બીજું વિશેષણ કહ્યું છે.
આવો ઉત્કૃષ્ટયોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં જ હોય છે. અન્યત્ર તેટલો ઉત્કૃષ્ટયોગ હોતો નથી. માટે સંસી એવું ત્રીજું વિશેષણ કહ્યું છે.
સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તા એમ બે જાતના જીવો હોય છે. તેમાં અપર્યાપ્તા કરતાં પર્યાપ્તામાં યોગ વધારે હોય છે. તેથી ઉત્કૃષ્ટ યોગનો સંભવ પર્યાપ્તામાં જ હોય છે. માટે મૂલગાથામાં પર્યાપ્ત એવું ચોથું વિશેષણ કહ્યું છે. પર્યાપ્તા પણ બે પ્રકારના હોય છે. લબ્ધિ અને કરણ, તેમાં જે લબ્ધિથી પર્યાપ્ત હોય પરંતુ જો કરણથી અપર્યાપ્તા હોય તો અપર્યાપ્તાવસ્થા હોવાથી “પામસંવાવિરિય'' ગાથા પ૫માં કહ્યા મુજબ પ્રતિસમયે અસંખ્યાતગુણા યોગે જીવ વૃદ્ધિ પામતો હોય છે તેથી સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ કરીને જે કરણપર્યાપ્તો બને છે તેમાં સૌથી વધુ યોગ સંભવી શકે છે માટે રાપર્યાપ્તો લેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org