________________
પાંચમો કર્મગ્રંથ
સાગરોપમ કાળ ગયે છતે બીજીવાર આવેલી ઉત્સર્પિણીના પહેલા આરાના માત્ર બીજા સમયમાં જ જો મૃત્યુ થાય તો જ તે બીજો સમય માત્ર જ મૃત્યુ વડે સ્પષ્ટ તરીકે ગણવાનો. જો બીજા સમયને બદલે ૩-૪-૫-૬ઠ્ઠા ઇત્યાદિ કોઇપણ સમયોમાં મૃત્યુ થાય તો તે બધા જ સમયો મૃત્યુ વડે અસ્પૃષ્ટ જ જાણવા. આમ ફરીથી ત્રીજી વારે ચોથી વારે આવેલી ઉત્સર્પિણીના પ્રથમ આરાના બીજા જ સમયમાત્રમાં જો મૃત્યુ થાય તો જ મૃત્યુ વડે બે સમયો સ્પર્શાયા એમ ગણના કરવાની. ફરીવાર પણ જો બીજા સમયમાં મૃત્યુ ન થાય તો બારે આરા પસાર કરવાના. આમ ક્રમશઃ ત્રીજા ચોથા આદિ સમયોમાં મૃત્યુ પ્રાપ્ત કરતાં કરતાં ઉત્સર્પિણીના છએ આરાના સર્વ સમયોમાં જ્યારે મૃત્યુ થાય ત્યારે જ તેની ગણના કરવાની.
ગાથા : ८८
આ પ્રમાણેના ક્રમવડે એક એક સમયોમાં મૃત્યુ દ્વારા સ્પર્શ કરતાં કરતાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના બારે આરાના સર્વ સમયોમાં ક્રમસ૨૫ણે તે વિક્ષિત જીવનું મૃત્યુ નોંધાઇ જાય તેમાં જેટલો કાળ થાય તેટલા કાળને એક સૂક્ષ્મકાળ પુદ્ગલપરાવર્ત કહેવાય છે. અહીં વ્યવહિત (આંતરાવાળા) સમયોમાં જે મૃત્યુ થાય તે અને મૃત્યુ વડે પૂર્વકાળમાં સ્પષ્ટ થઇ ગયેલા સમયોમાં કદાચ ફરીથી મૃત્યુ થાય તો તે ગણનામાં ગણાતું નથી.
૩૮૫
બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત
અહીં મા એટલે અનુભાગબંધના હેતુભૂત આત્માનો જે અધ્યવસાય તે લેવાનો છે. જઘન્ય રસબંધથી ઉત્કૃષ્ટ રસબંધ સુધીના અનેકવિધ રસબંધમાં હેતુભૂત લેશ્યા સહષ્કૃત કષાય જન્ય તરતમપણા વડે જે જે અધ્યવસાય સ્થાનો છે. તે સર્વ અધ્યવસાયોની સંખ્યા ચૌદ રાજલોક પ્રમાણ એક લોકાકાશ જેવડા અસંખ્ય લોકાકાશ કરીએ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org