________________
ગાથા : ૮૮
પાંચમો કર્મગ્રંથ
૩૮૩
સમભૂતલાથી શરૂ થતી આકાશપ્રદેશોની પંક્તિમાં પ્રથમના પ્રદેશમાં (કર્મગ્રંથના મત પ્રમાણે સ્વાવગાહના પ્રમાણ અને પંચસંગ્રહના અભિપ્રાય પ્રમાણે પ્રથમના એક આકાશપ્રદેશમાં) મૃત્યુ થયા બાદ પુનઃ કેટલોય કાળ ગયે છતે તે જ આકાશપ્રદેશની પંક્તિમાં આવેલા તેની જ અનન્તરપણે બાજુમાં રહેલા એવા બીજા નંબરના જ સ્વાવગાહના પ્રમાણ પ્રદેશોમાં અથવા અનંતર એવા એક આકાશપ્રદેશમાં આ જીવ
જ્યારે મૃત્યુ પામે ત્યારે પૂર્વેનો પ્રથમ સ્વાવગાહના પ્રમાણ ભાગ અથવા પ્રથમ પ્રદેશ અને આ બીજો ભાગ અથવા બીજો પ્રદેશ એમ માત્ર બે જ ભાગો અથવા બે જ આકાશપ્રદેશો મૃત્યુ વડે સ્પર્શાયા, એમ ગણત્રી કરવાની. વચ્ચેના કાળમાં જીવ અનેક સ્થાનોમાં અનેકવાર મૃત્યુ પામ્યો હોય છે. તો પણ તે સર્વે આકાશપ્રદેશો ક્રમસરમાં આવતા ન હોવાથી મૃત્યુ વડે અસ્પષ્ટ જ ગણવાના. ત્યારબાદ ચૌદરાજમાં
જ્યાં ત્યાં અનેકવાર મૃત્યુ પામતાં પામતાં વિવક્ષિત પંક્તિના સ્વાવગાહના પ્રમાણ ત્રીજા ભાગમાં અથવા ત્રીજા આકાશપ્રદેશે જ્યારે મૃત્યુ પામે ત્યારે જ માત્ર તે ત્રીજો ભાગ અથવા ત્રીજો આકાશપ્રદેશ મૃત્યુ વડે સ્પષ્ટ ગણવાનો. આ પ્રમાણે આકાશપ્રદેશોની એક પંક્તિ મૃત્યુ વડે ક્રમસર સ્પર્શવાથી જ્યારે પૂર્ણ થાય ત્યારે તેની જ પાસેની બીજી પંક્તિના આકાશપ્રદેશોને આ રીતે જ ક્રમસર મૃત્યુ વડે સ્પર્શવાનું કાર્ય કરવાનું. એમ કરતાં કરતાં સમસ્ત લોકાકાશના સર્વે આકાશપ્રદેશો આવા મૃત્યુ દ્વારા ક્રમસર સ્પર્શવા વડે સમાપ્ત કરાય અને તેમાં જેટલો કાળ થાય તે કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી જે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ સંસાર ઉત્કૃષ્ટથી બાકી હોય છે. એવું જે પ્રસિદ્ધ છે. તે આ પુદ્ગલ પરાવર્ત સમજવું.
બાદર કાળ પુગલ પરાવર્ત દસ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી અને દસ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી એમ એક કાલચક્રના જે અસંખ્યાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org