________________
પાંચમો કર્મગ્રંથ
ગાથાર્થ ઔદારિકાદિ સાતપણે સર્વ પરમાણુઓને એક જીવ જેટલા કાળમાં સ્પર્શી સ્પર્શીને મુકે તેટલા કાળને બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. અને સાતમાંથી કોઇપણ એકરૂપે સર્વ પરમાણુઓને એક જીવ સ્પર્શીને મુકે તે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. ૮૭ાા વિવેચન ચૌદ રજ્જૂપ્રમાણ લોકાકાશમાં આઠ ગ્રાહ્ય, આઠ અગ્રાહ્ય તથા ધ્રુવાચિત્ત, અધુવાચિત્ત ઇત્યાદિ પ્રકારોવાળી અનંતી અનંતી વર્ગણાઓ છે. તે વર્ગણાઓમાં અનંતાનંત પુદ્ગલદ્રવ્યો (પરમાણુઓ અને સ્કંધો) છે. સંસારમાં રહેલો કોઇપણ એક જીવ ઉપરોક્ત સર્વ વર્ગણાઓમાં રહેલા સમસ્ત પુદ્ગલદ્રવ્યોને પૂરણ-ગલન થવાથી ગ્રહણ પ્રાયોગ્ય સ્કંધો બને ત્યારે અનંતભવભ્રમણ દ્વારા ભિન્ન ભિન્ન સાતકાર્યો રૂપે ગ્રહણ કરી કરીને મૂકે તેમાં જેટલો કાળ થાય તે બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે.
૩૭૬
-
Jain Education International
જુદા-જુદા અનંતભવોમાં જન્મ મરણ કરતાં કરતાં કેટલાંક પુદ્ગલદ્રવ્યો ઔદારિકશરીર રૂપે ગ્રહણ કરીને ભોગવીને મુકે, કેટલાંક પુદ્ગલ દ્રવ્યો વચ્ચે વચ્ચે પ્રાપ્ત થતા દેવ-નારકીના ભવો દ્વારા વૈક્રિય શરીર રૂપે ગ્રહણ કરીને ભોગવીને મૂકે, કેટલાંક પુદ્ગલદ્રવ્યોને ચારે ગતિના થતા ભવોમાં તૈજસ શરીરરૂપે ગ્રહણ કરીને મૂકે, આ પ્રમાણે કેટલાંક પુદ્ગલ દ્રવ્યોને ભાષા રૂપે, કેટલાંક પુદ્ગલદ્રવ્યોને પ્રાણાપાન રૂપે, કેટલાંક પુદ્ગલ દ્રવ્યોને મન રૂપે અને કેટલાંક પુદ્દગલ દ્રવ્યોને કાર્યણશરીર રૂપે એમ આહારક વિના ઔદારિક આદિ સાત રૂપે ગ્રહણ કરવા દ્વારા સમસ્ત પુદ્ગલાસ્તિકાયને તે તે સ્વરૂપે અનુભવીને તે તે પુદ્ગલોનો ત્યાગ કરે, તેમાં સમસ્ત પુદ્ગલાસ્તિકાય આવી જતાં જેટલો કાળ લાગે તેને બાદરદ્રવ્ય પુદ્ગલપરાવર્ત કહેવાય છે. આહારકશરીરની પ્રાપ્તિ કોઇક જીવને જ થાય છે. અને તે પણ એક ભવમાં ફક્ત બે વાર જ અને આખા સંસારચક્રમાં ચાર વાર જ થાય છે. તેથી અલ્પ હોવાથી તે રૂપે ગ્રહણ કરવાનો ઉલ્લેખ કર્યો નથી.
ગાથા : ૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org