________________
પાંચમો કર્મગ્રંથ
એમ બે પ્રકારે, દોહોય છે. અતંતુસધ્ધિની પરિમાળો અનંતીઉત્સર્પિણી અવસર્પિણીના પ્રમાણવાળું, પુત્ત્વપટ્ટો-એક પુદ્ગલપરાવર્ત છે. ૫૮૬ા
૩૭૪
ગાથાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે, અને તે ચારે ભેદો સૂક્ષ્મ તથા બાદરપણે બે બે પ્રકારે (એમ કુલ ૮ પ્રકારે) પુદ્ગલ પરાવર્ત છે. કોઇપણ એક પુદ્ગલપરાવર્ત અનંતી ઉત્સર્પિણી અને અનંતી અવસર્પિણી પ્રમાણ છે. ૫૮૬ા
-
ગાથા : ૮૬
વિવેચન - પુદ્ગલ પરાવર્ત દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે. તે દરેકના બાદર અને સૂક્ષ્મ એમ બે બે ભેદો છે. તેથી કુલ આઠ ભેદો છે. આ આઠે પ્રકારના પુદ્ગલપરાવર્તોમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી પ્રમાણ કાળ થાય છે. તે આઠે ભેદોનું વર્ણન ગાથા ૮૭-૮૮માં આવે જ છે.
Jain Education International
પુદ્ગલ પરાવર્ત શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે ચૌદ રજ્જુ આત્મક એવા આ લોકાકાશમાં ઔદારિક, વૈક્રિય, આહારક આદિ આઠ ગ્રાહ્ય અને આઠ અગ્રાહ્ય તથા ધ્રુવાચિત્તાદિ જે કોઇ વર્ગણાઓનાં પુદ્ગલો છે. તે સર્વે પુદ્ગલોને એક જીવ, જેટલા કાળમાં પરાવર્ત= શરીરાદિરૂપે ગ્રહણ કરી કરીને તે રૂપે પરિણમાવીને મુકે તેટલા કાળમાનનું નામ પુદ્ગલપરાવર્ત છે. આ અર્થ હવે આવતા આઠ પુદ્ગલ પરાવર્ગોમાંથી જો કે ફક્ત પહેલા-બીજા બાદર અને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તમાં જ લાગુ પડે છે. કારણ કે તેમાં જ પુદ્ગલોનું ગ્રહણ-મોચન છે. તો પણ તે પુદ્ગલોના ગ્રહણ-મોચન દ્વારા જણાવાતો “અનંતઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી' રૂપ જે કાળ છે તે કાળના માપની સમાનતા હોવાથી આ શબ્દ બાકીના પુદ્ગલપરાવર્તોમાં પણ રૂઢ થયેલો છે જેમ “ન' આ શબ્દનો અર્થ એવો થાય છે પાપાન્ નરાન્પાવતોપોળાઈ જાયન્તીતિ નરૉ:=પાપી એવા
અેક
For Private & Personal Use Only
www.jainelibrary.org