________________
૩૭ર
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૫
સેંકડો માય. કારણ કે બોર એ કોળાથી ઘણું નાનું ફળ છે એટલે કોળાઓના વચ્ચેના આકાશમાં ઘણાં (સેંકડો) બોર સમાય છે. ત્યારબાદ બોર ન સમાય તેમ હોય તો પણ સરસવના દાણા ભરીએ તો હજારોલાખો સમાય. કારણ કે તે ઘણા વધારે સૂક્ષ્મ છે. તેમ અહીં વાલાઝના ટુકડા આકાશપ્રદેશો કરતાં ઘણા પૂલ છે. અને આકાશપ્રદેશો એ વાલીગ્રો કરતાં અતિશય ઘણા સૂક્ષ્મ છે. માટે ધૃષ્ટ કરતાં અસ્કૃષ્ટ પ્રદેશો અસંખ્યાતગુણા છે. તથા વળી વાલાઝો એ ઔદારિકવર્ગણાના સ્કંધો છે. તે અતિશય નિબિડ હોઈ શકતા જ નથી. તેથી દરેક વાલાોની વચ્ચે પણ પોલાણ હોય જ છે. અને એક એક વાલાઝની અંદર પણ અનેક છિદ્રો (પોલાણ) હોય છે. તે છિદ્રોમાં રહેલા આકાશપ્રદેશો પણ અસ્પૃષ્ટાકાશપ્રદેશો જ કહેવાય છે. આ રીતે સ્પષ્ટ કરતાં અસ્પષ્ટ આકાશપ્રદેશોની સંખ્યા અસંખ્યાતગુણી છે.
પ્રશ્ન - સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ એમ બન્ને જાતના આકાશપ્રદેશોનો જ અપહાર જ કરવાનો છે. તો વાલાગ્રો ભરવાની શી જરૂર ? કૂવામાં રહેલા સર્વે આકાશપ્રદેશોનો પ્રતિસમયે અપહાર કરાય તો સૂ..૫. થાય એમ જ કહેવું જોઇએ. વાસાગ્રો ભરવાનું અને પૃષ્ટ-અસ્પૃષ્યનું પ્રતિપાદન કરવાનું શું પ્રયોજન ?
ઉત્તર - સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ વડે દ્રવ્યો મપાય છે. એમ જે દૃષ્ટિવાદમાં કહ્યું છે. તેમાં કોઈ કોઈ દ્રવ્યો યથોક્તવાલાઝને સ્પષ્ટમાત્ર આકાશપ્રદેશો વડે મપાય છે અને કોઈ કોઈ દ્રવ્યો યથોક્તવાલાઝને અસ્કૃષ્ટ આકાશપ્રદેશો વડે મપાય છે. આ કારણથી દૃષ્ટિવાદમાં કહેલા દ્રવ્યોના માપમાં ઉપયોગી થાય. એ પ્રયોજનથી વાલાગ્ર ભરવાની પ્રરૂપણા કરેલી છે. સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે કે
यदि स्पृष्टा अस्पृष्टाश्चेह सुक्ष्मक्षेत्रपल्योपमे नभ:प्रदेशा गृह्यन्ते, तर्हि वालाग्रैः किं प्रयोजनम् ? यथोक्तपल्यान्तर्गतनभःप्रदेशापहारमात्रतः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org