________________
૩૭૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૫
વાલાગ્ર કાઢવાનો હોવાથી તે આંથી સો ગુણાં વર્ષો થાય છે. અર્થાત્ સંખ્યામાં ક્રોડ વર્ષો થાય છે. આ પલ્યોપમ કોઈ માપમાં કામ આવતું નથી. આવાં ૧૦ કોડાકોડી બાદર ઉદ્ધાર પલ્યોપમોનું એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે.
(૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ - એક એક રોમખંડના અસંખ્ય અસંખ્ય ટુકડા કરીને ભરેલા કૂવામાંથી સો સો વર્ષે એક એક રોમખંડ બહાર કાઢવાથી જેટલો કાળ થાય તેટલા કાળને એક સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમમાં અસંખ્યાત ક્રોડ વર્ષો થાય છે. આવાં ૧૦ કોડાકોડી પલ્યોપમો કરવાથી એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આવાં સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમોથી આઠે કર્મોની સ્થિતિ, સ્વકાસ્થિતિ તથા એક એક ભવના આયુષ્યની સ્થિતિ મપાય છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ જે શાસ્ત્રોમાં કહી છે. તે આ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી જાણવી. એવી જ રીતે સર્વે જીવોની સ્વકાયસ્થિતિ તથા ભવસ્થિતિ પણ આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સૂ. અ. સાગરોપમથી જાણવી.
આવા પ્રકારનાં ૧૦ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમની ૧ ઉત્સર્પિણી થાય છે અને ૧૦ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમની ૧ અવસર્પિણી થાય છે. કુલ ૨૦ કોડાકોડી સૂ. અ. સાગરોપમનું એક કાલચક્ર થાય છે. અનંત કાળચક્રોનું ૧ પુદ્ગલ પરાવર્તન થાય છે.
(૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ - વાલાઝો વડે ગાઢ રીતે ભરેલા એવા તે કૂવામાં તે વાલાગ્રોને સ્પર્શલા જે જે આકાશપ્રદેશો છે. તે તે આકાશપ્રદેશોમાંથી સમયે સમયે એક એક આકાશપ્રદેશ કાઢતાં જેટલો કાળ થાય અર્થાત્ વાલાઝને સ્પર્શલા જ માત્ર આકાશપ્રદેશોને પ્રતિસમયે કાઢતાં જેટલો કાળ લાગે તેને એક બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. આ બાદર પલ્યોપમથી કોઈ વસ્તુ મપાતી નથી. ફક્ત સૂક્ષ્મ ક્ષેત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org