________________
પાંચમો કર્મગ્રંથ
આવે. તે વાલાો આટલી સંખ્યામાં હોય છે. ૩૩૦૭,૬૨,૧૦૪,૨૪,૬૫, ૬૨૫,૪૨,૧૯,૯૬૦,૯૭,૫૩,૬૦૦ આટલા ક્રોડ વાલાગ્ર થાય છે.) કૂવામાં ભરેલા ઉપરોક્ત સંખ્યાવાળા વાલાગ્નોમાંથી એક એક સમયે એક એક વાલાગ્નને બહાર કાઢીએ અને જેટલા કાળે તે કૂવાના સમગ્ર વાલાગ્ર બહાર નીકળી જાય તેટલા કાળના માપને એક બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ આંખના એક પલકારામાં અસંખ્યાત સમયો થાય છે, એમ કહ્યું છે. જ્યારે આ બાદર ઉદ્ઘાર પલ્યોપમમાં આપણાથી ભલે ગણી શકાતા નથી. તો પણ પૂર્વે લખેલા ૩૦ આંકડા પ્રમાણ ક્રોડ એટલે કે સંખ્યાતા જ વાલાગ્નો થાય છે. તેથી તેમાં કાળ પણ સંખ્યાતા સમય પ્રમાણ જ થાય છે. આ બાદર ઉદ્ધાર પલ્યોપમનો કાળ આંખના પલકારા કરતાં પણ ઘણો ઓછો છે તથા આ ત્રણે પ્રકારનાં બાદર પલ્યોપમો માપ કરવાના કોઇ કામમાં આવતાં નથી અર્થાત્ બાદર ઉદ્ધાર, બાદર અદ્ધા અને બાદરક્ષેત્ર પલ્યોપમથી કોઇપણ વસ્તુ મપાતી નથી. ફક્ત ત્રણે પ્રકારનાં સૂક્ષ્મ પલ્યોપમ સમજવા માટે તેના ઉપાયરૂપે બાદર પલ્યોપમ સમજાવાય છે.
૩૬૮
જે પ્રકારનું પલ્યોપમ હોય તે પ્રકારનાં ૧૦ કોડાકોડી પલ્યોપમ કરવાથી તે પ્રકારનું સાગરોપમ થાય છે. સાગરની ઉપમાવાળો જે કાળ તે સાગરોપમ કહેવાય છે. ઉપર સમજાવ્યા પ્રમાણેનાં ૧૦ કોડાકોડી બાદર ઉદ્ધાર પલ્યોપમો કરવાથી એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે.
ગાથા : ૮૫
(૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ - પૂર્વે કહેલો ઉત્સેધાંગુલના માપથી એક યોજન લાંબો-પહોળો અને ઊંડો જે કૂવો છે તેમાં એક એક વાળના ૭ વાર આઠ આઠ ટુકડા એટલે કે ૨૦૯૭૧૫૨ ટુકડા કરવાને બદલે એક એક વાળના અસંખ્ય અસંખ્ય ટુકડા કરીને તેવા પ્રકારના સૂક્ષ્મ વાલાગ્નોથી આ કૂવો ભરવો. વાલાગ્રનો આ એક એક ટુકડો કેવડો હોય ? તે જાણવા શાસ્ત્રકારોએ આવું માપ આપ્યું છે (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org