________________
358
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૫
उद्धारअद्धखित्तं, पलिय तिहा समयवाससयसमए। केसवहारो दीवोदहि आउतसाइपरिमाणं ॥ ८५॥ (उद्धाराद्धाक्षेत्राणि पल्यानि त्रिधा समयवर्षशतसमयेषु । केशापहारो द्वीपोदध्यायुस्त्रसादिपरिमाणानि ॥ ८५ ॥)
| શબ્દાર્થ-૩દ્ધિારરૂદ્ધવિનં=ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્રના ભેદથી, પત્નિ=પલ્યોપમ, તિહાં ત્રણ પ્રકારે હોય છે, સમયવાસસયસમયે= એક એક સમયમાં, સો સો વર્ષોમાં અને એક એક સમયમાં,
સવા = વાલાઝનો અપહાર કરીએ તો, તીવોદિ દ્વીપસમુદ્રનું પરિમાણ, મા = આયુષ્યનું માપ અને, તરૂપરિમા ત્રસાદિ જીવોનું પરિમાણ મપાય છે. ૧૮પા
ગાથાર્થ- સમયે સમયે, સો સો વર્ષ અને સમયે સમયે કૂવામાંના વાલાઝનો અપહાર કરવાથી અનુક્રમે ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એમ ત્રણ પ્રકારનું પલ્યોપમ થાય છે. તે ત્રણ વડે અનુક્રમે દ્વીપસમુદ્રનું માપ, આયુષ્યનું માપ, તથા ત્રસાદિ જીવોનું માપ મપાય છે. ૮પા
વિવેચન - ધાન્યભરવાની પર્ચ=પાલીની અથવા પન્ચ કૂવાની ઉપમાવાળો જે કાળ તે પલ્યોપમ. ૩દ્ધાર = ખેંચવું. જેમાં સમયે સમયે વાસાગ્રોને ખેંચવાની ઉપમા છે. તે ઉદ્ધારપલ્યોપમ. શ્રદ્ધા=કાળ, જેમાં વાલાોને ખેંચવામાં સો સો વર્ષના કાળની પ્રધાનતા છે. તે અદ્ધાપલ્યોપમ અને ક્ષેત્રે=આકાશ અથવા આકાશપ્રદેશો. જેમાં સમયે સમયે આકાશપ્રદેશોને ખેંચવાની વિવક્ષા છે તે ક્ષેત્રપલ્યોપમ. પલ્યોપમ અને સાગરોપમનું માપ અપરિમિત છે એટલે આંક દ્વારા વાસ્તવિક માપ સમજાવી શકાતું નથી. પરંતુ શાસ્ત્રકારોએ તે માપ સમજાવવા જુદી જુદી ત્રણ ઉપમાઓ આપીને આ માપ સમજાવ્યું છે તે સ્વરૂપ આ પ્રમાણે છે. આ ત્રણે પલ્યોપમ અને સાગરોપમ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે બે પ્રકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org