________________
પાંચમો કર્મગ્રંથ
એકવાર જ આવે છે. અને તે પણ અન્તિમભવમાં જ આવે છે. બે વાર કદાપિ આવતાં જ નથી. તેથી તેનો વિરહકાળ સંભવતો નથી. માટે બાકીનાં ૧૦ ગુણસ્થાનકોનો જઘન્યથી વિરહકાળ અંતર્મુહૂર્ત સમજવો. તે આ પ્રમાણે છે. મિથ્યાત્વી જીવ મિથ્યાત્વ છોડીને સમ્યક્ત્વ પામીને સમ્યક્ત્વકાળમાં અંતર્મુહૂર્ત માત્ર રહીને પાછો મિથ્યાત્વે આવે ત્યારે મિથ્યાત્વગુણસ્થાનકનો વિરહકાળ અંતર્મુહૂર્ત ઘટી શકે છે. તેવી જ રીતે મિથ્યાત્વથી અથવા સમ્યક્ત્વથી મિશ્ર ગુણસ્થાનકે આવી પુનઃ મિથ્યાત્વાવસ્થા અથવા સમ્યક્ત્વાવસ્થા પામી ત્યાં અંતર્મુહૂર્ત માત્ર રહીને અધ્યવસાયોની પરાવૃત્તિને લીધે ફરીથી મિશ્ર આવતાં મિશ્રગુણસ્થાનકનો પણ જઘન્યથી વિરહકાળ અંતર્મુહૂર્ત ઘટી શકે છે તથા અવિરતિથી ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી ચઢતાં-પડતાં સર્વે ગુણસ્થાનકોનો સ્પર્શ થતાં અને શ્રેણીનો કાળ અંતર્મુહૂર્ત માત્ર જ હોવાથી આ સર્વે ગુણસ્થાનકોનો જઘન્ય વિરહકાળ અંતર્મુહૂર્ત ઘટી શકે છે. બારમાતેરમા અને ચૌદમા ગુણસ્થાનકોની પ્રાપ્તિ ફક્ત એક જ વાર હોવાથી તેઓનો વિરહકાળ નથી.
૩૬૪
હવે ઉત્કૃષ્ટવિરહકાળ આ પ્રમાણે છે.
ગુરુ મિષ્ઠિ વે છસદ્ગિ જે જીવ મિથ્યાત્વાવસ્થા અનુભવી ઉપશમ-સમ્યક્ત્વ પામીને ક્ષયોપશમસમ્યક્ત્વવાળો થાય. અને તે સમ્યક્ત્વમાં જ વર્તે તો ગાથા ૫૭-૫૮માં કહ્યા પ્રમાણે ૧૩૨ સાગરોપમ તથા પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા કેટલાક મનુષ્યભવ અધિક કાળ રહે છે. તે આ પ્રમાણે-પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સમ્યક્ત્વ પામી સર્વવિરતિ ગ્રહણ કરી તેત્રીસ તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તરવાસી દેવના બે ભવો કરી વચ્ચે અંતર્મુહૂર્ત મિશ્રભાવ અનુભવી બાવીસ બાવીસ સાગરોપમના અચ્યુત દેવલોકના ત્રણ ભવો કરી મનુષ્યભવમાં આવી મિથ્યાત્વે જાય અથવા મોક્ષે જાય. આ પ્રમાણે મિથ્યાત્વ વિના ૬૬+૬૬-૧૩૨ સાગરોપમ તથા વચ્ચે
Jain Education International
ગાથા : ૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org