________________
૩૬ ૨.
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૪
પ્રશ્ન- બીજા કર્મગ્રંથમાં ચૌદગુણસ્થાનકોના વર્ણન પ્રસંગે મિથ્યાત્વગુણસ્થાનકનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત કહેલો છે, તેથી મિથ્યાત્વે અંતર્મુહૂર્ત માત્ર રહીને પણ પુનઃ સમ્યક્ત પામી શકે છે. તો પહેલે ગુણસ્થાનકે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ રહે એમ કેમ કહો છો? તથા આ જ ગાથાના રૂથરમુખ અંતર હસ્ય એ પદમાં બાકીનાં ગુણસ્થાનકોનો જઘન્યવિરહકાળ અંતર્મુહૂર્ત છે. આ વાત સમજાવતાં સ્વોપજ્ઞ ટીકામાં જ કહ્યું છે કે, કોઈ જીવ ઉપશમશ્રેણીમાં આરૂઢ થયો છતો ઉપશાન્તાવસ્થા પામીને પડ્યો છતો યાવત્ મિથ્યાત્વે જાય છે. ત્યાં અંતર્મુહૂર્ત માત્ર રહીને ફરીથી તે જ ઉપશાન્તમોહ સુધીનાં ગુણસ્થાનકો ઉપર ચઢે છે. ત્યારે જઘન્ય વિરહકાળ શેષગુણસ્થાનકોનો અંતર્મુહૂર્ત ઘટે છે. તો આવા પ્રકારનો જીવ બીજીવાર ઉપશમ સમ્યક્ત અંતર્મુહૂર્ત પણ પામી શકતો હોવો જોઈએ અને તે જીવ જો સાસ્વાદને જાય તો જઘન્યવિરહકાળ અંતર્મુહૂર્ત પણ ઘટી શકે છે. સ્વોપટીકાનો તે પાઠ આ પ્રમાણે છે- તથાદિ-ઋશ્ચિઝીવ ૩૫મિળ્યક્તિ: સન્પશાન્તિત્વમવિ સંપ્રાણ प्रतिपतितो मिथ्यादृष्टित्वं यावदाप्नोति, ततो भूयोऽप्यन्तर्मुहूर्तेन तान्येवोपशान्तगुणस्थानान्तानि यदारोहति तदा शेषाणां सास्वादनमिश्रगुणस्थानकवर्जितानां गुणस्थानकानां प्रत्येकं जघन्यत आन्तौहुर्तिकमन्तरं भवति । एकस्मिंश्च भवे वारद्वयमुपशमश्रेणिकरणं समनुज्ञातमेव ॥
આ પાઠ ઉપરથી અને યુક્તિથી પણ મિથ્યાત્વે અંતર્મુહૂર્ત માત્ર રહીને પુનઃ ઉપશમની પ્રાપ્તિ કહેલી જણાય છે. તો સાસ્વાદનનો વિરહકાળ પણ અંતર્મુહૂર્ત કેમ ન હોઈ શકે ?
ઉત્તર – ઉપશમશ્રેણીથી પડીને મિથ્યાત્વે આવેલા જીવો ફરીથી ઉપશમશ્રેણી માંડવા માટે જે પુનઃ ઉપશમસમ્યક્ત પામે છે. તે મિથ્યાત્વે અંતર્મુહૂર્ત માત્ર રહીને પણ ક્ષાયોપશમિક સમ્યક્ત જ પામે છે. અને ત્યારબાદ શ્રેણિમાં ચઢવા માટે જ ઉપશમ સમ્યક્ત પામી શકે છે. અને તેઓ ઉપશમશ્રેણી માંડીને પડતાં સાસ્વાદને પણ આવે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org