________________
૩૬૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૪
એક સમયથી ઉત્કૃષ્ટપણે છ આવલિકા કાળ રહીને મિથ્યાત્વે જાય છે. મિથ્યાત્વે ગયા પછી ફરીથી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ અને અંતરકરણ કરે તથા ઉપશમ સમ્યક્ત પામે તો જ બીજી વાર સાસ્વાદનભાવ પામી શકે છે. પરંતુ બીજી વાર તે ત્રણ કરણ-અંતરકરણ અને ઉપશમસમ્યત્વની પ્રાપ્તિ જઘન્યથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ ગયે છતે જ થાય છે. તેનાથી અલ્પકાળમાં થતી નથી. તેથી સાસ્વાદનનો જઘન્ય પણ વિરહકાળ આટલો કહ્યો છે.
પ્રશ્ન - એક વાર સાસ્વાદનભાવ પામીને પડીને જ્યારે મિથ્યાત્વે જાય ત્યારે પુનઃ બીજીવાર ત્રણકરણ-અંતરકરણ અને ઉપશમની પ્રાપ્તિમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ શા માટે મિથ્યાત્વે રહેવું પડતું હશે ? અંતર્મુહૂર્તકાળમાં જ ઉપરોક્ત વિધિ કરીને પુનઃ ઉપશમ તથા સાસ્વાદન શું ન પામી શકે ?
ઉત્તર- ના, અંતર્મુહૂર્ત કાળમાં ઉપશમ સમ્પર્વ તે જીવ પામી શકતો નથી. તેનું કારણ એ છે કે જ્યારે પ્રથમવાર ઉપશમસમ્યક્ત અને સાસ્વાદન ભાવ પામીને પડીને જીવ મિથ્યાત્વે આવે છે. ત્યાર પછી સત્તામાં રહેલી સમક્વમોહનીય અને મિશ્ર-મોહનીયની આ જીવ ઉર્વલના શરૂ કરે છે. કમ્મપયડી આદિ ગ્રંથોમાં કહ્યા પ્રમાણે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયકર્મના દલિકોને વધારે રસવાળાં કરીને મિથ્યાત્વ મોહનીયરૂપે બનાવે છે. તેને જ ઉદ્વલના સંક્રમ કહેવાય છે. ત્યાં સમ્યત્વમોહનીયની ઉદ્ધલના કરતાં પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ કાળ લાગે છે. અને મિશ્ર મોહનીયની ઉઠ્ઠલના કરતાં સમકિત મોહનીયની ઉદ્ધલના થઈ રહ્યા બાદ પણ પલ્યોપમનો બીજો એક અસંખ્યાતમો ભાગ લાગે છે. એટલે કે કુલ બે અસંખ્યાતમા ભાગ જેટલો કાળ થાય છે. તો પણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ હોવાથી બન્નેનો મળીને પણ પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ કહેવાય છે. તેટલો કાળ ગયે છતે સમતિમોહનીય અને મિશ્રમોહનીય એમ બન્નેની ઉલના પૂર્ણ થયે છતે (નિઃસત્તાકીભૂત થયે છતે) મોહનીયકર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org