________________
પાંચમો કર્મગ્રંથ
(पल्यासंख्यांशान्तर्मुहूर्ते सास्वादनेतरगुणयोरन्तरं ह्रस्वम् 1 गुरु मिथ्यात्वे द्वे षट्षष्टी, इतरगुणेषु पुद्गलार्धान्तः ॥ ८४ ॥ )
ગાથા : ૮૪
શબ્દાર્થ- પત્તિયાસંવંતમુહૂઁ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતર્મુહૂર્ત, સામળચર મુદ્દ=સાસ્વાદન અને ઇતરગુણ સ્થાનકોનો, અંતર= વિરહકાળ, હૃi=જઘન્ય, ગુરુ=ઉત્કૃષ્ટ, મિ=મિથ્યાત્વગુણસ્થાનકમાં, ને છઠ્ઠી–બેવાર છાસઠ સાગરોપમ, મુળે બાકીના ગુણસ્થાનકોમાં, પુર્વીનાંતો=અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર કંઇક ન્યૂન કાળ ૫૮૪૫ ગાથાર્થ સાસ્વાદન અને બાકીનાં ગુણસ્થાનકોનો જઘન્ય વિરહ કાળ અનુક્રમે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતર્મુહૂર્તનો સમજવો. તથા ઉત્કૃષ્ટ વિરહકાળ મિથ્યાત્વમાં બે છાસઠ (૧૩૨) સાગરોપમ અને બાકીના ગુણસ્થાનકોનો અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદરનો કાળ જાણવો. ૫૮૪૫
-
૩૫૯
વિવેચન - મૂળગાથામાં પહ્ત્વ (પત્તિય) શબ્દ હોવા છતાં પણ અહીં તેનો અર્થ પલ્યોપમ કરવો. જેમ કે ૨૪મા પ્રભુનું નામ મહાવીર હોવા છતાં વીર્ પણ કહેવાય છે. સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકનો વિરહકાળ (એક વાર સાસ્વાદન આવ્યા પછી ફરીથી બીજી વાર સાસ્વાદન આવતાં વચ્ચેનો કાળ) જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોય છે.
Jain Education International
જે જીવ અનાદિકાળથી મિથ્યાદૃષ્ટિ છે તે જીવ, તથા જે જીવ એકવાર ઉપશમસમ્યક્ત્વ પામીને પડીને મિથ્યાત્વે આવ્યો છે અને સત્તામાં રહેલી સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્દલના (નિઃસત્તાક્તા) કરી લીધી છે. તે જીવ, આ પ્રમાણે મોહનીયકર્મની ૨૬ની સત્તાવાળા ઉપરોક્ત બન્ને જીવો (માંથી કોઇપણ જીવ) યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરીને અંતઃકરણ કર્યો છતે ઉપશમસમ્યક્ત્વ પામે છે. અંતર્મુહૂર્તકાળ ઉપશમસમ્યક્ત્વમાં વર્તીને જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા શેષ હોય ત્યારે અનંતાનુબંધીનો ઉદય થવાથી સાસ્વાદને જાય છે. ત્યાં
For Private & Personal Use Only
www.jainelibrary.org