________________
ગાથા : ૮૫
પાંચમો કર્મગ્રંથ
(૩૬૭
(૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ ઉત્સધાંગુલના માપથી એક યોજન લાંબો-પહોળો અને ઊંડો ગોળ કૂવો કરવો (બુદ્ધિથી કલ્પવો.) તેમાં મનુષ્યોના માથાના વાળ (નીચે મુજબ વિધિપૂર્વકના) ભરવા. અર્થાત્ ઉત્સધાંગુલના માપથી એક યોજન લાંબો, એક યોજન પહોળો અને બરાબર એક યોજન ઊંડો એવો વૃત્ત (તપેલી જેવો ગોળ) એક કૂવો કરવો કે જેની પરિધિ (ઘેરાવો-ગોળાકાર) ત્રણ યોજન તથા કંઈક ન્યૂન એવો એક યોજનાનો છઠ્ઠો ભાગ અધિક થાય. તે કૂવામાં મનુષ્યના માથાના કેશ (વાળ) ભરવા. મસ્તક ઉપરના કેશનું સંપૂર્ણ મુંડન કરાયા બાદ ૧ થી ૭ દિવસમાં ઉગેલા જે કેશ હોય તેવા કેશ વડે આ કૂવો ભરવો. ૧થી ૭ દિવસમાં ઉગેલા કેશ કેવડા હોય ? તેનું માપ બતાવતાં કહ્યું છે કે ધારો કે એક અંગુલ પ્રમાણનો એક કેશ લઈએ. અને તેના સાતવાર આઠ આઠ ટુકડા કરીએ તો એક કેશના ૨૦,૯૭,૧૫ર ટુકડા થાય. આ ટુકડાના માપવાળો ૧થી૭ દિવસમાં ઉગેલો કેશ જાણવો. તેવા કેશોથી આ એક યોજનના માપવાળો કૂવો ભરવો. તે કૂવામાં આવા વાલાગ્ર (કેશના ટુકડા) એવા ખીચોખીચ ભરવા કે જેમાં પાણી પ્રવેશી શકે નહીં, અગ્નિથી બળાય નહિ અર્થાત્ અગ્નિ પણ અંદર જાય નહિ. વાયુ પણ અંદર પ્રવેશી શકે નહીં એવા ખીચોખીચ વાલાઝથી ભરેલો કૂવો કરવો. (તો પણ તેમાં ભરેલા વાલાઝો સંખ્યાતા જ હોય. પરિમિત સંખ્યાવાળા હોવાથી તેની સંખ્યા નીકળી શકે છે. તે આ પ્રમાણે ૨૦,૯૭,૧૫ર વાલાઝો એક અંગુલક્ષેત્રમાં વર્તે, તેને ૨૪ વડે ગુણવાથી એક હાથપ્રમાણ ક્ષેત્રમાં કેટલા વાલાઝો સમાય ? તે માપ આવે. તેનો ઘન કરવાથી લંબાઇ-પહોળાઇ અને ઊંડાઇમાં કેટલા વાલાઝો માય ? તે સંખ્યા આવે. તેને ચારે ગુણવાથી ધનુષ્યપ્રમાણક્ષેત્રમાં, તેને ૨૦૦૦ વડે ગુણવાથી ગાઉ પ્રમાણ ક્ષેત્રમાં અને તેને ચારે ગુણવાથી યોજન પ્રમાણક્ષેત્રમાં કેટલા વાલાઝો માય ? તે સંખ્યા આવે. તેને ૧૯ વડે ગુણી બાવીસ વડે ભાગવાથી વૃત્તકુવામાં કેટલા વાલાઝો માય ? તે નિયતસંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org