________________
ગાથા : ૮૪
પાંચમો કર્મગ્રંથ
૩૬૫
વચ્ચેના પૂર્વકોડવર્ષના આયુષ્યવાળા મનુષ્યના ભવ અધિક. એટલો કાળ પસાર કરે છે. તેથી તેટલો વિરહકાળ ઉત્કૃષ્ટથી મિથ્યાત્વ ગુણસ્થાનકનો જાણવો. અહીં ઉત્કૃષ્ટ વિરહકાળ લેવો છે. એટલે વચ્ચે થનારા મનુષ્યના ભવો પૂર્વક્રોડ વર્ષવાળા ઉત્કૃષ્ટાયુષ્યના લીધા છે.
રૂયરનુ પુસ્વિંતો બાકીનાં સાસ્વાદનથી ઉપશાન્તમોહ સુધીનાં ૧૦ ગુણસ્થાનકોનો ઉત્કૃષ્ટવિરહકાળ અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર (કંઈક ન્યૂન) જાણવો.
બીજું, ત્રીજું અને ચોથું ગુણસ્થાનક સમ્યક્તને આધીન છે. પાંચમું, છઠું અને સાતમું ગુણસ્થાનક સમ્યક્તસહિત દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રને આધીન છે. અને આઠમાથી અગિયારમા સુધીનાં ગુણસ્થાનકો શ્રેણીને આધીન છે. એકવાર ઉપશમશ્રેણી માંડીને ચઢતાંપડતાં સર્વગુણસ્થાનકો પ્રાપ્ત કરીને જે જીવ મિથ્યાત્વે જાય છે. અને ત્યાં જઈ ઘોર આશાતનાઓ તથા મહા ભયંકર પાપો કરે છે. તે જીવ વધુ કાળ મિથ્યાત્વમાં જ રહે છે. ઉપરનાં ગુણસ્થાનકો જલ્દી પામતો નથી. એવો કાળ વધુમાં વધુ અર્ધ પુગલ પરાવર્તની અંદર કંઇક ન્યૂન અર્થાત્ દેશોન અર્ધ પૂગલ પરાવર્તનકાળ મિથ્યાત્વે જ રહે છે. એમ શાસ્ત્રોમાં કહ્યું છે તેથી તેટલા કાળે તો આ જીવ ફરીથી સમ્યત્વ નિયમો પામે જ છે. અને શ્રેણી માંડવા દ્વારા ફરીથી સર્વે ગુણસ્થાનકો આ જીવ પામે છે. તેથી સર્વે ગુણસ્થાનકોનો વિરહકાળ ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્તન જાણવો. મૂળગાથામાં પુનિદ્ધતો જે શબ્દ છે તેમાં પુન=નર્ધ-અન્ત: શબ્દ છે. છેલ્લા અન્તઃ શબ્દનો અર્થ અંદર કરવો. એટલે કે અર્ધપુદ્ગલ પરાવર્તનની અંદર અર્થાત્ કંઈક ન્યૂન અર્ધપગલપરાવર્તન એવો અર્થ કરવો. ૮૪
અહીં સાસ્વાદનગુણસ્થાનકનો વિરહકાળ જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે. તેથી પલ્યોપમ એટલે શું? તથા પ્રસંગવશાત્ સાગરોપમ એટલે શું? તેના ભેદો કેટલા? તે વિષય ગ્રંથકારશ્રી સમજાવે છે.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org