________________
ગાથા : ૮૪
પાંચમો કર્મગ્રંથ
૩૬ ૧
ર૬ની સત્તાવાળો થયેલો જીવ ત્રણ કરણ તથા અંતઃકરણ કરીને પુન: ઉપશમસમ્યક્ત પામીને સાસ્વાદને આવે છે. આ પ્રમાણે એકવાર સાસ્વાદને પામ્યા પછી બીજીવાર સાસ્વાદન આવતાં આટલો વિરહકાળ ઓછામાં ઓછો (જઘન્યથી) પણ લાગે છે.
પ્રશ્ન - એકવાર સાસ્વાદન પામીને મિથ્યાત્વે જઈને સમકિતમિશ્રમોહનીયની ઉઠ્ઠલના કરતાં કરતાં જ ઉદ્વલના પૂર્ણ કર્યા વિના જ અંતર્મુહૂર્ત માત્ર રહીને ત્રણ કરણાદિ કરીને ઉપશમ પામીને સાસ્વાદને આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગને બદલે જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ ઘટી શકે છે. તો તે પ્રમાણે કેમ ન કહ્યું ?
ઉત્તર - સમકિતમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ધલના પૂર્ણ થયા વિના, તે બન્નેમાંની એકની પણ સત્તા હોતે છતે પુનઃ ઉપશમ પામી શકાતું નથી. માટે અંતર્મુહૂર્તનો કાળ કહેલ નથી. આ જ કર્મગ્રંથની સ્વોપજ્ઞટીકામાં કહ્યું છે કે – ન વ તયોઃ સત્તાથાં વર્તમાનયો: पुनरौपशमिकसम्यक्त्वं लभते, तदभावात् सास्वादनं दुरापास्तमेव ॥ ते બન્ને પ્રકૃતિઓની સત્તા હોતે છતે જીવ ઔપથમિકસમ્યક્ત પામતો નથી, અને પથમિકના અભાવથી સાસ્વાદનની પ્રાપ્તિની વાત તો દૂર જ રહી જાય છે. અર્થાત્ દૂર જ રહે છે.
૧ મિથ્યાદષ્ટિ જીવ જે પ્રકૃતિઓની ઉલના કરે તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ લાગે. સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, દેવદ્ધિક, નરકદ્વિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, મનુષ્યદ્ધિક અને નીચગોત્ર આટલી પ્રકૃતિઓની ઉદ્ધલનામાં પલ્યો.નો અસં. ભાગ કાળ થાય તથા સમ્યગ્દષ્ટિ જીવને આહારક સપ્તકની ઉઠ્ઠલનામાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ લાગે છે. શ્રેણીમાં ઉલનાયોગ્ય જે પ્રકૃતિઓ છે. તેમાં અંતર્મુહૂર્ત કાળ થાય છે. તથા ઉપશમસમ્યક્ત પામીને પડીને પહેલે ગુણઠાણે આવ્યા બાદ ચાતુર્ગતિકલભ્ય એવું શ્રેણી વિનાનું ઉપશમ-સમ્યક્ત બીજીવાર પામવું હોય તો જ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ લાગે છે. પરંતુ ઉપશમસમ્યક્તને બદલે ક્ષયોપશમ સમ્યક્ત પામવું હોય તો પહેલા ગુણસ્થાનકે અંતર્મુહૂર્તમાત્ર રહીને પણ પામી શકાય છે. પરંતુ ક્ષયોપશમસમ્પર્વ પામનારો જીવ સાસ્વાદનભાવ પામતો નથી. તેથી તેને આશ્રયીને સાસ્વાદનનો વિરહકાળ ઘટતો નથી. અને ઉપશમને આશ્રયીને જ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org