________________
૨૩૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૫
છોકરાઓ ગુજરાત રાજ્યની એસ. એસ. સી.ની પરીક્ષા આપે, પરંતુ તેનું પરિણામ તો ૧ થી ૧૦૦ માર્કમાં જ આવે છે. અર્થાત્ બેસનારા દસ લાખ છે. પરંતુ પરિણામ દસ લાખ જાતનું આવતું નથી. માત્ર ૧૦૦ જાતનું જ છે. તેમ અહીં સમજવું. તેથી એક એક અધ્યવસાય સ્થાનમાં ત્રણે કાળને આશ્રયી અનંત-અનંત જીવો વર્તતા હોય છે. જેથી જીવો અનંત હોવા છતાં પણ અધ્યવસાય સ્થાનો અસંખ્ય જ થાય છે.
પ્રશ્ન - પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય (અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ) અધ્યવસાયસ્થાનો હોય છે. એમ ઉપર કહ્યું. ત્યાં પ્રશ્ન થાય છે કે સર્વે સ્થિતિસ્થાનોમાં આ અધ્યવસાય સ્થાનો સમાન સંખ્યાવાળાં અસંખ્ય હોય છે ? કે તેમાં વધારો-ઘટાડો હોય છે?
ઉત્તર - આયુષ્ય વિનાનાં સાત કર્મોમાં જઘન્યસ્થિતિસ્થાનથી પ્રારંભીને ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન સુધી વિશેષાધિક-વિશેષાધિક (દ્વિગુણથી કંઈક ન્યૂન) અધ્યવસાયસ્થાનો હોય છે. અને આયુષ્યકર્મમાં જઘન્યસ્થિતિસ્થાનથી પ્રારંભીને ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી ક્રમશઃ અસંખ્યાતગુણ- અસંખ્યાતગુણ અધ્યવસાય સ્થાનો હોય છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય કર્મની અન્તર્મુહૂર્ત પ્રમાણ જે જઘન્યસ્થિતિ બંધાય છે, તે બાંધનારા ત્રિકાળવર્તી સર્વજીવો આશ્રયી આ પ્રથમ સ્થિતિસ્થાનમાં સૌથી અલ્પ તો પણ અસંખ્યાત (અસંખ્યાતલોકાકાશપ્રદેશ પ્રમાણ) અધ્યવસાયસ્થાનો હોય છે. તેનાથી સમયાધિક અંતર્મુહૂર્ત પ્રમાણ બીજા સ્થિતિસ્થાનમાં વિશેષાધિક, તેનાથી બે સમયાધિક અંતર્મુહૂર્ત પ્રમાણ ત્રીજા સ્થિતિસ્થાનમાં વિશેષાધિક. એમ ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક અધ્યવસાયસ્થાનો ત્યાં સુધી જાણવાં કે યાવત્ ૩૦ કોડાકોડી સાગરોપમવાળું ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન આવે. આ જ પ્રમાણે શેષ દર્શનાવરણીય આદિ (આયુષ્ય વિનાનાં) છ કર્મોમાં જઘન્યથી ક્રમશઃ વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાયસ્થાનો પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિ સુધી સમજવાં.
પ્રશ્ન-આયુષ્યકર્મમાં શું તફાવત છે? કે જેથી તેના વિના કહો છો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org