________________
૩૪૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૦
ઘરમાં ઉપર ગોઠવાતી લાકડાની વળીઓ, ખાપટાં અને નળીયાં વગેરે સંખ્યામાં બહુ હોવા છતાં પણ અલ્પ અણુવાળાં અઘનીભૂત હોય તો પણ ચાલે, પરંતુ તે સર્વે વળીઓના આધારભૂત જે સ્તંભ છે તે અધિક દલિકથી નિષ્પન્ન અને ઘનીભૂત જ હોવો જોઈએ. તેમ અહીં જાણવું.
સ્વપજ્ઞ ટીકામાં કહ્યું છે કે ત૬ વ તો યાત, અતિ: માયુષ્ય પ્રધાનવત્ વહુપુત્તિદ્રવ્ય નમતે | આયુષ્યકર્મની સ્થિતિ થોડી છે. અને દલિકનો ભાગ બહુ આવે છે. તેથી પ્રતિસમયે અસંખ્યાતગુણાકારે નિષેકરચના કરે છે. શેષકર્મોમાં પ્રતિસમયે વિશેષાધિકપણે રચના કરે છે.
પ્રશ્ન-જો નામ-ગોત્ર કરતાં આયુષ્યકર્મ પ્રધાન છે. તો નામગોત્રકર્મના દલિકો કરતાં આયુષ્યકર્મનું દલિક અધિક હોવું જોઇએ અને નામગોત્રકર્મનું કર્મદલિક હીન હોવું જોઈએ.
ઉત્તર-ઉદયને આશ્રયી આયુષ્ય કર્મ પ્રધાન હોવાથી તેને ઘણું દલિક આપે છે. પરંતુ નામ-ગોત્રકર્મની સ્થિતિ ૨૦ કોડાકોડડી સાગરોપમની છે. એટલે એટલું બધું વધુ દલિક આયુષ્યકર્મને જીવ આપતો નથી કે તે આયુષ્ય કર્મનું દલિક નામ-ગોત્રથી અધિક થઈ જાય. તેથી આયુષ્યને અવશ્ય ઘણું વધારે આપે છે. તો પણ નામ-ગોત્રની સ્થિતિ ઘણી વધારે હોવાથી નામ-ગોત્ર કર્મોથી હીન જ રહે છે. એટલે આયુષ્યને હીન અને નામ-ગોત્રને અધિક એમ ભાગ પાડે છે. વળી નામ-ગોત્ર કર્મ તો સતત (નિરંતર) બંધાય છે. જ્યારે આયુષ્યકર્મ તો ભવમાં એક વાર જ બંધાય છે. માટે પણ આયુષ્યના દલિકથી નામગોત્રમાં કર્મચલિકોની અધિકતા હોય છે.
પ્રશ્ન - અંતરાયાદિ ત્રણ કર્મોની સ્થિતિ ૩૦ કોડાકોડી છે અને મોહનીયની સ્થિતિ ૭૦કોડાકોડી છે. એટલે કે દ્વિગુણથી વધારે છે. તેથી દલિતોના ભાગોનું દાન પણ ત્રણ કર્મો કરતાં મોહનીયમાં સંખ્યાતગુણ કહેવું જોઈએ. વિશેષાધિક શા માટે કહો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org