________________
૩૫૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૨-૮૩
૮. ચારિત્રમોહ ક્ષપકની ગુણશ્રેણી સાતમા અપ્રમત્તગુણસ્થાનકે વર્તનારા જીવો જ્યારે ક્ષપકશ્રેણી પ્રારંભવા માટે ૭-૮-૯ માં યથાપ્રવૃત્તાદિ ૩ કરણો કરે છે. ત્યારે આઠમા ગુણસ્થાનકે અપૂર્વકરણ કરે છે. ત્યારે પ્રથમ સમયથી આયુષ્ય વિનાનાં સાતકર્મોની અને મોહનીયકર્મની ૨૧ પ્રકૃતિઓની ગુણશ્રેણી રચાય છે. કે જે નવમા ગુણસ્થાનકમાં પોત પોતાની સત્તાના વિચ્છેદને અનુસરીને ભિન્ન ભિન્ન કાળે અટકે છે. સંજ્વલન લોભની ગુણશ્રેણી દસમે ગુણસ્થાનકે પણ ચાલુ રહે છે. દસમાનો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે સર્વ અપવર્તના વડે લોભને અપવર્તાવી દસમા ગુણસ્થાનકના કાળપ્રમાણ જ્યારે કરે છે. ત્યારે ગુણશ્રેણી વિરામ પામે છે. બાકીના છ કર્મોની ગુણશ્રેણી દસમાના ચરમસમય સુધી તથા બારમે પણ ચાલુ જ રહે છે. પરંતુ આ શેષ છે કર્મોની ઉત્તરપ્રકૃતિઓમાં જેની જેની સત્તા વચ્ચે વચ્ચે ક્ષય પામતી જાય છે. તેની તેની ગુણશ્રેણી ત્યાં ત્યાં વિરામ પામતી જાય છે.
૯. ક્ષણમોહની ગુણશ્રેણી આયુષ્યકર્મ અને મોહનીયકર્મ વિના શેષ ૬ કર્મોની ક્ષણમોહના વિશિષ્ટ નિમિત્તજન્ય ગુણશ્રેણી બારમાના પ્રથમસમયથી શરૂ થાય છે. ત્યાં પ્રતિસમયે વર્ધમાન પરિણામ હોવાથી અસંખ્યગુણ અધિક અધિક કર્મદલિકોનું ઉતારવાનું કાર્ય હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોની ગુણશ્રેણી બારમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે સર્વાપવર્તના વડે આ ૩ કર્મોને અપવર્તાવીને બારમા ગુણસ્થાનકના કાળપ્રમાણ કરે છે. ત્યાં સુધી ગુણશ્રેણી પ્રવર્તે છે. ત્યારબાદ વિરામ પામે છે અને નામગોત્ર તથા વેદનીયકર્મની ગુણશ્રેણી બારમાના ચરમસમય સુધી ચાલે છે. (જો કે આ ત્રણ કર્મની ગુણશ્રેણી તો તેરમે પણ ચાલુ જ રહે છે. પરંતુ તે સયોગીકેવલીજન્ય ગુણશ્રેણી કહેવાય છે. નવમીને બદલે દસમી ગુણશ્રેણી કહેવાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org