________________
૩૫૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૨-૮૩
૩. સર્વવિરતિની ગુણશ્રેણી આ ગુણશ્રેણી રચનાર પ્રાયઃ દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા હોય છે. તેથી પૂર્વની બન્ને ગુણશ્રેણી કરતાં વધારે વિશુદ્ધિ હોય છે તે કારણથી અલ્પ કાળપ્રમાણના અંતર્મુહૂર્તમાં વધુ કર્મદલિકો ખપાવવા રૂપ અસંખ્યાત દલિકોને ગુણાકારે ગોઠવીને ગુણશ્રેણી કરે છે.
૪. અનંતાનુબંધિવિસંયોજનાની ગુણશ્રેણી ચોથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધીમાં યથાયોગ્ય રીતે કોઇપણ ગુણસ્થાનકમાં ચારેગતિમાં વર્તતા જીવો આ ચાર અનંતાનુબંધીનો વિનાશ કરવા સારુ આ ગુણશ્રેણી પ્રારંભે છે. આ અનંતાનુબંધીનો ક્ષય કરે છે. પરંતુ તેના બીજ ભૂત મિથ્યાત્વનો ક્ષય કરવા આ જીવ સમર્થ થતો નથી. તેથી કાલાન્તરે ફરીથી અનંતાનુબંધી બંધાવાનો અને સત્તામાં આવવાનો સંભવ છે. તેથી ફરીથી ન બંધાય અને ફરીથી સત્તામાં ન આવે તેવા ક્ષયથી આ ક્ષયને ભિન્ન સમજવા “વિસંયોજના” શબ્દ વાપર્યો છે.
૫. દર્શનમોહક્ષપકની ગુણશ્રેણી ક્ષાયિકસમ્યક્ત પ્રાપ્ત કરવા માટે ઉદ્યમશીલ થયેલો ૪-૫-૬૭ ગુણસ્થાનકોમાં વર્તતો, ક્ષયોપશમ સમ્યક્તવાળો, મનુષ્યગતિમાં વર્તતો જીવ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરો કરે છે. તેમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી આયુષ્ય વિનાનાં સાતકર્મોની ગુણશ્રેણી રચે છે. તથા સ્થિતિના અગ્રિમભાગથી સ્થિતિઘાત અને રસઘાતથી સ્થિતિ તોડીને તથા હીનરસવાળાં દલિકો કરીને ત્રણે દર્શનમોહનીય કર્મોની સવિશેષ ગુણશ્રેણી કરે છે. અંતે કૃતકરણાદ્ધાવાળો થઈને શેષ રહેલી સમ્યક્વમોહનીયને વિપાકોદયથી ભોગવી દર્શનત્રિકનો સર્વથા ક્ષય કરીને આ જીવ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે. આ દર્શનમોહનીયની ક્ષપણાની ગુણશ્રેણી કહેવાય છે.
૧. સમ્યકત્વ સાથે દેશવિરતિ અથવા સર્વવિરતિ પામનાર ક્યારેક મિથ્યાત્વી પણ હોય છે. એટલે પ્રાયઃ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org