________________
ગાથા : ૮૨-૮૩
પાંચમો કર્મગ્રંથ
૩૫૩
૧. સમ્યક્તની ગુણશ્રેણી સમ્યક્ત ગુણ પ્રાપ્ત કરવા માટે તેના પૂર્વકાળમાં (મિથ્યાત્વાવસ્થામાં) યથાપ્રવૃત્તાદિ ત્રણ કરો અને અંતઃકરણાદિ થાય છે. તેમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી આયુષ્યકર્મ રહિત શેષ ૭ મૂલકર્મોની તથા તેની ઉત્તરપ્રકૃતિઓની ગુણશ્રેણી પ્રારંભાય છે. એટલે કે આ કર્મોની સત્તામાં રહેલી સ્થિતિના અગ્રિમભાગથી સ્થિતિઘાત થયેલાં એવાં અનંતઅનંતકર્મદલિકોને ત્યાંથી લાવીને (રસઘાત દ્વારા હીન રસવાળાં કરીને) ઉદયસમયથી અસંખ્યાતગુણાકારે અંતર્મુહૂર્તકાળમાત્રમાં ગોઠવીને ઉદયવતી પ્રકૃતિના દલિકોને ઉદયથી અને અનુદયવતી પ્રકૃતિઓના દલિકોને તિબૂક સંક્રમથી ઉદયવતીમાં સંક્રમાવીને ઉદયવતી પ્રકૃતિ સ્વરૂપે ભોગવીને નાશ કરે છે. આ ગુણશ્રેણીનું અંતર્મુહૂર્ત અપૂર્વકરણથી પ્રારંભીને સમ્યક્ત પામ્યા પછી પણ થોડો કાળ રહે છે. આ ગુણશ્રેણીમાં અપૂર્વકરણના બીજાત્રીજા સમયે પણ આ જ રીતે કર્મદલિકોને સ્થિતિના અગ્રિમ ભાગથી લાવવાનું અને ઉદયવતીને ઉદિતની સાથે અસંખ્યાત ગુણાકારે ગોઠવીને ભોગવવાનું અને અનુદયવતીને તિબૂકથી સંક્રમાવવાનું આમ આ રીતે નાશ કરવાનું કામ ચાલુ જ રહે છે.
૨. દેશવિરતિની ગુણશ્રેણી દેશવિરતિ ગુણને પ્રાપ્ત કરવા ઉદ્યમશીલ થયેલો પ્રાય: અવિરત સમ્યગ્દષ્ટિ જીવ યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ એમ બે કરણ કરે છે ત્યારે અપૂર્વકરણકાલથી આ વર્ધમાન પરિણામવાળો જીવ ગુણશ્રેણી કરે છે. અહીં અનિવૃત્તિકરણ કે અંતઃકરણ થતું નથી. તથા દેશવિરતિ ગુણના પ્રતાપે કર્મોની સત્તામાં રહેલી સ્થિતિમાંથી સ્થિતિઘાત, રસઘાત કરી અગ્રિમભાગથી દલિકોને તોડીને નીચેની ભોગવાતી સ્થિતિમાં અસંખ્યાતગુણાકારે દલિકરચના કરીને કર્મોનો નાશ કરે છે. આ શ્રેણી દેશવિરતિગુણના પ્રતાપે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org