________________
પાંચમો કર્મગ્રંથ
૬. ચારિત્રમોહનીયના ઉપશમની ગુણશ્રેણી
ચારિત્રમોહનીયની (૧૨ કષાય અને ૯ નોકષાય એમ) ૨૧ કર્મપ્રકૃતિઓનો સર્વોપશમ ક૨વા માટે સાતમા ગુણસ્થાનકે રહેલો જીવ જ્યારે ૭-૮-૯ માં યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે. ત્યારે અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકે શરૂ થાય છે. તેના પ્રથમ સમયથી જ મૂલ ૭ કર્મોની ગુણશ્રેણી પ્રારંભાય છે. તેમાં મોહનીયની ૨૧ પ્રકૃતિઓની ગુણશ્રેણી પ્રારંભાય છે. તેમાંથી નવમા ગુણસ્થાનકમાં ક્રમશઃ ભિન્ન ભિન્નકાળે મોહનીયકર્મની એક એક પ્રકૃતિ સર્વથા ઉપશાન્ત થતી જાય છે. જેથી તેની તેની ગુણશ્રેણી ત્યાં ત્યાં વિરામ પામતી જાય છે. અને આયુષ્ય તથા મોહનીય વિના શેષ ૬ મૂલકર્મોની ગુણશ્રેણી (જોકે મૂલ ૬ કર્મોની ગુણશ્રેણી અગિયારમે ગુણસ્થાનકે પણ) ચાલુ જ રહે છે. કારણ કે શેષ ૬ કર્મો સર્વથા ઉપશાન્ત કે નષ્ટ થયાં નથી. તેથી ગુણશ્રેણી ચાલુ જ રહે છે. પરંતુ તે ગુણશ્રેણી ઉપશમકને બદલે ઉપશાન્તની કહેવાય છે. છઠ્ઠા નંબરને બદલે સાતમા નંબરની ગુણશ્રેણી ગણાય છે. અગિયારમા ગુણસ્થાનકે અતિશય વધારે વિશુદ્ધિ થવાથી અલ્પકાળમાં અધિકદલિકોના ક્ષયવાળી તે ગુણશ્રેણી બને છે.
ગાથા : ૮૨-૮૩
૭. ઉપશાન્તમોહની ગુણશ્રેણી
જ
આ ગુણશ્રેણી અગિયારમા ગુણસ્થાનકે જ હોય છે. અને આયુષ્ય તથા મોહનીય વિના શેષ ૬ કર્મોની જ હોય છે. સ્થિતિના અગ્રિમ ભાગથી ઉતારેલાં દલિકોની ઉદયસમયથી અંતર્મુહૂર્તમાં રચના ક્રમશઃ અસંખ્ય ગુણાકારે ક૨ે છે. પરંતુ સ્થિતિના અગ્રિમભાગથી દલિકોને ઉતારવાની પ્રક્રિયા દરેક સમયોમાં સરખી હોય છે. કારણ કે અહીં વર્ધમાન પરિણામ નથી. પરંતુ અવસ્થિતપરિણામ છે. એટલે પ્રતિસમયે ઉપરથી દલિકો લાવવાની સંખ્યા સમાન છે. અગિયારમાના અંતે અવશ્ય હીનમાન પરિણામ થાય જ છે. કારણ કે અગિયારમા ગુણસ્થાનકેથી નિયમા પતન થાય છે. જો આ ભવનું આયુષ્ય ક્ષય ન થાય તો ક્રમશઃ પડે છે. અને આયુષ્યક્ષય થાય તો મૃત્યુ પામતાંની સાથે જ આ જીવ ચોથા ગુણસ્થાનકે આવે છે.
Jain Education International
૩૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org