________________
૩પ૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૨-૮૩
વૈક્રિય અને આહારકને અનુક્રમે અસંખ્યાતગુણ ભાગદાન કરે છે. એ પ્રમાણે સંઘાતનનામકર્મમાં પણ જાણવું. અંગોપાંગ નામકર્મમાં ઔદારિક અંગોપાંગને અલ્પ, તેનાથી અનુક્રમે વૈક્રિય અને આહારક અંગોપાંગને અસંખ્યાતગુણ, આનુપૂર્વીકર્મમાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીને સૌથી અલ્પ અને પરસ્પરતુલ્ય તેનાથી અનુક્રમે મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીને વિશેષાધિક, ભાગદાન કરે છે. તથા ત્રસનામકર્મને અલ્પ અને તેનાથી સ્થાવરનામકર્મને વિશેષાધિક આપે છે. એ જ પ્રમાણે બાદર-સૂક્ષ્મ, પર્યાપ્તઅપર્યાપ્ત અને પ્રત્યેક-સાધારણની વચ્ચે પણ અલ્પબદુત્વ સમજવું. શેષ નામકર્મની પ્રકૃતિઓનું અલ્પબદુત્વ જઘન્યપદમાં હોતું નથી.
વેદનીયકર્મમાં અને ગોત્રકર્મમાં પણ એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી અલ્પબદુત્વ નથી.
અલ્પબદુત્વનો વિશેષ અધિકાર સ્વોપજ્ઞટીકાથી જાણી લેવો. મૂલકર્મ અને ઉત્તરકર્મોમાં પ્રતિસમયે આ પ્રદેશો બંધાયા જ કરે છે. તેથી કર્મ ખપાવવા માટેનો જો કોઈ બીજો વિશિષ્ટ ઉપાય ન હોય તો ઉદયથી ભોગવી ભોગવીને ખપાવતાં ખપાવતાં કદાપિ કર્મોનો પાર આવે નહીં. કારણ કે એક સમયનું ઉદયપ્રાપ્ત કર્મ ખપાવે તેટલામાં કડાકોડી સાગરોપમ ચાલે તેટલું બંધાયા જ કરે. એટલે કદાપિ પાર આવે નહીં. તેથી સત્તાગત કર્મોને તુરત ખપાવવા માટે પણ બીજા કોઈ ઉપાયો હોવા જોઈએ, જે ઉપાયો છે તે ઉપાયો રૂપે ૧૧ ગુણશ્રેણીઓ શાસ્ત્રોમાં આવે છે. તેનું વર્ણન ગ્રન્થકારશ્રી સમજાવે છે. सम्मदरसव्वविरई अणविसंजोयदंसखवगे य। मोहसमसंतखवगे खीणसजोगियर गुणसेढी ॥ ८२॥ गुणसेढी दलरयणाणुसमयमुदयादसंखगुणणाए । एयगुणा पुण कमसो, असंखगुणनिजरा जीवा ॥ ८३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org