________________
૩૪૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૧
અંગોપાંગ નામકર્મમાં સૌથી અલ્પ પ્રદેશાગ્ર આહારક અંગોપાંગને, તેનાથી વૈક્રિયઅંગોપાંગને વિશેષાધિક અને તેનાથી ઔદારિક અંગોપાંગને વિશેષાધિક. સંસ્થાનનામકર્મમાં મધ્યમનાં ચાર સંસ્થાનોમાં સર્વથી અલ્પ પ્રદેશાગ્ર અને પરસ્પર તુલ્ય, તેનાથી પ્રથમ સંસ્થાનમાં વિશેષાધિક અને તેનાથી હુંડક સંસ્થાનમાં વિશેષાધિક પ્રદેશાગ્ર આપે છે. સંઘયણ નામકર્મમાં પ્રથમના પાંચ સંઘયણોમાં અલ્પ, પરસ્પર તુલ્ય, અને તેનાથી સેવાર્ત સંઘયણને વિશેષાધિક પ્રદેશાગ્ર આપે છે. વર્ણનામકર્મમાં કૃષ્ણવર્ણ, નીલવર્ણ, લોહિતવર્ણ, હારિદ્રવર્ણ અને શુક્લવર્ણને ક્રમશઃ વિશેષાધિક પ્રદેશાગ્ર આપે છે. એવી જ રીતે ગંધનામકર્મમાં સુરભિને અલ્પ, દુરભિને વિશેષાધિક, રસનામકર્મમાં કટુકરસ, તિક્તરસ, કષાયરસ, આસ્ફરસ અને મધુરરસ નામકર્મોને ક્રમશઃ વિશેષાધિક વિશેષાધિક, દલિક આપે છે. સ્પર્શનામકર્મમાં ગુરુ-કર્કશને અલ્પ, પરસ્પર તુલ્ય, મૃદુ-લઘુને વિશેષાધિક પરસ્પર તુલ્ય, તેનાથી શીત અને રુક્ષને વિશેષાધિક, પરસ્પર તુલ્ય, તેનાથી સ્નિગ્ધઉષ્ણને વિશેષાધિક, પરસ્પર તુલ્ય.
આનુપૂર્વી નામકર્મમાં દેવાનુપૂર્વી-નરકાપૂર્વીમાં સર્વથી અલ્પ, પરસ્પર તુલ્ય, તેનાથી મનુષ્યાનુપૂર્વીનું વિશેષાધિક, તેનાથી તિર્યંચાનુપૂર્વીનું વિશેષાધિક તથા વિહાયોગતિમાં પ્રશસ્તવિહાયોગતિમાં અલ્પ, અને અપ્રશસ્તવિહાયોગતિમાં તેનાથી વિશેષાધિક પ્રદેશદાન જીવ કરે છે. ત્રસદશક અને સ્થાવરદશકમાં ત્રસદશકની પ્રકૃતિઓ બંધાય ત્યારે તેને અલ્પ, અને સ્થાવરદશકની પ્રકૃતિઓ બંધાય ત્યારે તેને વિશેષાધિક પ્રદેશદાન કરે છે.
ગોત્રકર્મમાં પણ એક જ ગોત્ર બંધાય છે. તેથી પોતાના ભાગમાં આવેલું દલિક બંધાતી પ્રકૃતિને અપાય છે. ત્યાં નીચગોત્રને અલ્પ અને ઉચ્ચગોત્રને અધિક અપાય છે.
અંતરાય કર્મમાં દાનાત્તરાયને સૌથી અલ્પ, તેનાથી લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાયકર્મને અનુક્રમે વિશેષાધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org