________________
૩૪૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૧
જ્યારે મૂલકર્મમાં સજાતીય કોઈ પ્રકૃતિ જ ન બંધાતી હોય તો તેનું દલિક પોતાના મૂલકર્મમાં રહેલી પોતાનાથી વિજાતીય પ્રકૃતિને અપાય છે. જેમ કે છઠ્ઠા ગુણસ્થાનક પછી મોહનીયના આદ્ય બાર કષાય અને મિથ્યાત્વ મોહનીય એમ તેરે સર્વઘાતી પ્રકૃતિઓ બંધાતી નથી. તેથી તેનું કર્મદલિક ચાર સંજવલન અને નવનોકષાયમાં બંધાતીને સર્વઘાતીથી વિજાતીય હોવા છતાં પણ અપાય છે. અને જ્યારે સજાતીય, વિજાતીય એમ બન્નેનો બંધવિચ્છેદ થયો હોય તો પોતાનો મૂલકર્મનો ભાગ જ પડતો નથી.
કમ્મપયડી તથા આ કર્મગ્રંથની સ્વોપજ્ઞ ટીકામાં પ્રકૃતિઓને અપાતા દલિકોની ભાગ વહેંચણીનું અલ્પબદુત્વ જે કહ્યું છે. તે આ પ્રમાણે છે.
ઉત્કૃષ્ટ પ્રદેશ ગ્રહણકાળે અલ્પબદુત્વ
જ્યારે ઉત્કૃષ્ટ પ્રદેશગ્રહણ થયાં હોય ત્યારે જ્ઞાનાવરણીય કર્મમાં કેવલજ્ઞાનાવરણીયનું પ્રદેશાગ્ર સૌથી અલ્પ, તેનાથી મન:પર્યવજ્ઞાનાવરણીયનું અનંતગુણ, તેનાથી અવધિજ્ઞાનાવરણીયનું વિશેષાધિક, તેનાથી શ્રુતજ્ઞાનાવરણીયનું વિશેષાધિક અને તેનાથી મતિજ્ઞાનાવરણીયનું વિશેષાધિક દલિક હોય છે.
દર્શનાવરણીયકર્મમાં પ્રચલાનું પ્રદેશાગ્ર સૌથી અલ્પ, તેનાથી નિદ્રાનું વિશેષાધિક, તેનાથી પ્રચલપ્રચલાનું વિશેષાધિક, તેનાથી નિદ્રાનિદ્રાનું વિશેષાધિક, તેનાથી થીણદ્ધિનું વિશેષાધિક, તેનાથી કેવલદર્શનાવરણીયનું વિશેષાધિક તેનાથી અવધિદર્શનાવરણીયનું અનંતગુણ, તેનાથી અચક્ષુદર્શનાવરણીયનું વિશેષાધિક અને તેનાથી ચક્ષુદર્શનાવરણીયનું વિશેષાધિક દલિક હોય છે.
વેદનીયકર્મમાં સાતા-અસાતા સાથે બંધાતી નથી. બેમાંથી એક બંધાય છે. તેથી ભાગથી લભ્ય દલિક બંધાતી પ્રકૃતિને આપે છે. ત્યાં અસાતાને અલ્પ અને સાતાને વિશેષાધિક આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org