________________
ગાથા : ૮૧
પાંચમો કર્મગ્રંથ
३४७
મોહનીય કર્મમાં અપ્રત્યાખ્યાનાવરણ માન, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લોભ, પ્રત્યાખ્યાનાવરણના માન, ક્રોધ, માયા, લોભ, અનંતાનુબંધીના માન, ક્રોધ, માયા, લોભ અને મિથ્યાત્વ મોહનીયમાં અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક ભાગદાન કરે છે. મિથ્યાત્વ મોહનીયથી જુગુપ્સામાં અનંતગુણ, તેનાથી ભયનું, હાસ્યશોકનું, રતિ-અરતિનું, સ્ત્રીવેદ, નપુંસકવેદનું, સંજવલન ક્રોધનું, સંજવલન માનનું, પુરુષવેદનું અને સંજવલન માયાનું અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક દલિક જાણવું. સંજવલન માયા કરતાં સંજવલન લોભનું દલિક અસંખ્યાતગુણ જાણવું.
આયુષ્યકર્મમાં જે કર્મદલિક પોતાના ભાગમાં આવે છે. તે સર્વદલિક બંધાતા એવા એક આયુષ્યને અપાય છે. કારણ કે એક કાલે આયુષ્યકર્મની એક જ પ્રકૃતિ બંધાય છે. જે ભાગલભ્ય દલિક હોય તે બંધાતીને અપાય છે. પરસ્પર ચારે આયુષ્યને તુલ્ય અપાય છે.
નામકર્મમાં ગતિનામકર્મની અંદર દેવગતિ-નરકગતિને સૌથી અલ્પ, પરસ્પર તુલ્ય, તેનાથી મનુષ્યગતિને વિશેષાધિક અને તેનાથી તિર્યંચગતિને વિશેષાધિક પ્રદેશાગ્ર આપે છે. જાતિનામકર્મમાં બેઇન્દ્રિયજાતિ આદિ ચાર જાતિનામકર્મને અલ્પ અને પરસ્પર સમાન, તથા તેનાથી એકેન્દ્રિયજાતિને વિશેષાધિક પ્રદેશાગ્ર આપે છે. શરીરનામકર્મમાં આહારક, વૈક્રિય, ઔદારિક, તેજસ અને કાર્મણશરીરનામકર્મને અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક પ્રદેશાગ્ર આપે છે એ જ પ્રમાણે સંઘાતનનામકર્મમાં તથા પાંચ બંધન માનીએ ત્યારે બંધનનામકર્મમાં પણ ઉપર પ્રમાણે જ જાણવું પરંતુ જ્યારે પંદર બંધન માનીએ ત્યારે ૧. આ. આ. બં, ૨. આ. તૈ. બં., ૩. આ. કા. બં, ૪. આ. તૈ. કા. બ., પ.વૈ. વૈ. બં, ૬. વૈ. તૈ. બ., ૭. વૈ. કા. બં, ૮. વૈ. તૈ. કા. બ, ૯. ઔ. . બં, ૧૦. ઓ. તૈ. બં, ૧૧. ઔ. કા. બં, ૧૨. ઔ. તૈ. કા. બં, ૧૩. ત. તૈ. બ., ૧૪. તૈ. કા. બં, અને ૧૫. કા. કા. બંધનનામકર્મને અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક પ્રદેશાગ્ર આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org